Abtak Media Google News

જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળઈ રામેશ્વ મહાદેવ મંદિર સમિતિ અને મહિલા સત્સંગ મંડળના ઉપક્રમે કૃષ્ણ જન્મોત્સવ દિને વિવિધતાથી ઉજવણી કરવામાં આવશે. સોમવાર આખો દિવસ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાશે.

મંદિરમાં શ્રાવણ માસના પ્રારંભથી શિવને પ્રતિક દૂધ ચડાવી વધેલુ દૂધ જરૂરીયાતમંદ લોકોને આપવામાં આવે છે. દરરોજ ‚દ્રાભિષેક, પૂજન, અર્ચન, શણગાર, ભજન-ધૂન, દિપમાલા, મહાઆરતી ભવ્ય રીતે કરવામાં આવે છે. શિવને વિશેષ શણગાર કરવામાં આવે છે. સવારના પાંચથી બપોરના એક સુધી ભાવિકો પોતાની મરજી મુજબ પૂજાવિધિ કરી શકે છે. મંદિરની સ્થાપનાથી આજ સુધી કોઈપણ પ્રકારના ફંડફાળા પોતાની મરજી મુજબ પૂજાવિધિ કરી શકે છે.

મંદિરની સ્થાપનાથી આજ સુધી કોઈપણ પ્રકારના ફંડફાળા કરવામાં આવતા નથી. મંદિરમાં માનવતાલક્ષી કાર્યોને જ પ્રાધાન્ય આપવામાં આવે છે.

મંદિરના શિવભક્ત વિજયભાઈ જોબનપુત્રાની દેખરેખ નીચે સમગ્ર આયોજન થાય છે. સોમવારે રહિશોના નાના બાળકો કાનુડો બનીને આવશે. રાત્રે ૧૨ કલાકે મટકી ફોડનો અદ્ભૂત ધાર્મિક કાર્યક્રમ છે.

શ્રદ્ધાળુઓ પ્રસાદ લાવીને પોતાની જાતે વિતરણ કરશે. મંદિરના ધાર્મિક તહેવાર ઉજવણીમાં મુકેશભાઈ પોપટ, ડો.તેજસ ચોકસી, નવીનભાઈ પુરોહિત, ગોવિંદભાઈ ગોહેલ, વી.સી.વ્યાસ, વિજયભાઈ જોબનપુત્રા, પાર્થ ગોહેલ, જેન્તીભાઈ જાની, વિનુભાઈ ઉપાધ્યાય, પંકજભાઈ મહેતા, નયનેશ ભટ્ટ જહેમત ઉઠારહ્યાં છે. કૃષ્ણ જન્મોત્સવના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા ટ્રસ્ટીઓએ અનુરોધ કર્યો છે તેમ યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.