Abtak Media Google News

અરજીના કામે હેરાન ન કરવા લીધી હતી લાંચ

શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના મહિલા ASI, રાઇટર અને વચેટીયાને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યા.મહિલા એએસઆઇએ લાંચનો બીજો હપ્તો લેવા વચેટીયા દ્વારા ગોઠવણ કરી હતી, પરંતુ એસીબીએ તેને ઝડપી લીધા હતા. હાલ કાર્યવાહી ચાલી રહી છે.

મહિલા પોલીસે અને રાઇટરે ફરિયાદીને અરજીના કામે હેરાન ન કરવા અને ખોટો ગુનો દાખલ ન કરવા માટે લાંચ માંગી હતી. જેમા મહિલા ASI દ્વારા રૂપિયા 25 હજારની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચનો એક 10 હજારનો હપ્તો અગાઉ ચૂકવાઈ ગયો હતો. પરંતુ પોલીસ સ્ટેશન નજીક ચાની કેબીને બીજો હપ્તો રૂપિયા 15 હજાર લેવા જતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. હાલ ACB દ્વારામહિલા ASI ભાવનાબેન સંતોકી, રાઈટર ગોંવિંદભાઇ ગજીયા અને ચા વાળો બિજલ ગમારા વચેટીયાની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.