રાજકોટ: યાર્ડની હિરેન એન્ટરપ્રાઈઝ પેઢીનો રૂ. 69.20 લાખનો  દાવો મંજુર

  • કપાસની ખરીદી કરી રૂ. 59.20 લાખ વસુલવાની અદાલતમાં દાદ માંગી ‘તી
  • કોટેક્ષ પેઢી અને તેના ભાગીદારોની મિલકત જપ્તની તજવીજ

રાજકોટ માર્કેટિંગ યાર્ડની પેઢીમાંથી કપાસ ખરીદી પેટે  વાંકાનેરની કોટેક્ષ પેઢીના ભાગીદરો  પાસેથી લેણી રકમ રૂ. 69.20 લાખ વસુલવાનો દાવો સિવિલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.

આ કેસની હકીકત મુજબ, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હિરેન એન્ટરપ્રાઈઝ પેઢીના ભાગીદારી પેઢીમાંથી લાલપર (મોરબી- વાંકાનેર હાઈવે, તા. વાંકાનેર) ખાતે આવેલ સોપાન કોર્ટેક્ષના નામથી ચાલતી જિનિંગ ફેકટરી વતી જથ્થાબંધ કપાસની ખરીદી કરી હતી, જે પેટે લેણા નીકળતા રૂ. 59.20 લાખ સોપાન કોટેક્ષના ભાગીદારોએ ન ચુકવતા અને નાણા ઓળવી જવા માગતા હોય તે બાબતે  હીરેન એન્ટરપ્રાઈઝના ભાગીદાર પ્રવીણભાઈ ડાયાભાઈ રામાણીએ લાલપરની સોપાન કોર્ટેક્ષના ભાગીદારો (1) સુરેશ લાભશંકર શીલુ, મું. સાંકરવડી તે રાજુ મહેશ અને મુકેશ શીલુના ભાઈ અને સદભાવના શરાફી સહકારી મંડળીના સભ્ય, (2) વિશ્વચંદ્ર ધીરજ જાવીયા (3) જીતુ ખીમજી નકુમ (4) કૈલાશ લખમણ નકુમ (રહે. રંગાણી કોઠારીયા) સામે રૂા. 69,20,041ની લેણી 2કમ વસુલવા રાજકોટની સિવિલ કોર્ટમાં 2020માં દાવો દાખલ કર્યો હતો.

જે દાવામાં કાયદાની જોગવાઈ પ્રમાણે પ્રતિવાદીઓ એટલે કે સોપાન કોટેક્ષના ભાગીદારો દ્વારા બચાવ કરવામાં આવેલ. જે દાવામાં વાદીના એડવોકેટ અર્જુન એસ. પટેલે દલીલ કરતા જણાવેલ કે હાલના કેસમાં જે ડેબિટ નોટો પ્રતિવાદીઓએ પુરાવા તરીકે રજુ રાખી બચાવની પરવાનગી માંગેલ, તે ડેબિટ નોટો પાછળથી ફ્રોડ આચરી ઉપજાવી કાઢેલ છે, જે  દલીલો માન્ય રાખી પ્રતિવાદીનો બચાવ ડાઉટફુલ ગણી સોપાન કોટેક્ષ અને તેના ભાગીદારો વિરૂધ્ધ દિવસ- 30માં દાવાની પ0 % રકમ લેખે રૂા. 34,60,020 કોર્ટમાં જમા કરાવવાની શરતે બચાવ કરવા પરવાનગી આપી હતી. ત્યારબાદ સોપાન કોટેક્ષના ભાગીદારો દ્વા2ા નિયત સમય મર્યાદામાં આવી 50 % 2કમ કોર્ટ સમક્ષ જમા કરાવવામાં નિષ્ફળ ગયા હતા,

તેમજ  સિવિલ અદાલતના હુકમ વિરૂધ્ધ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલ રેગ્યુલર સિવિલ એપ્લીકેશનના કામે પણ મનાઈ હુકમ સ્ટે મેળવવામાં નિષ્ફળ રહેલ, જેથી હીરેન એન્ટરપ્રાઈઝના વકીલ અર્જુન એસ. પટેલ મારફત  કોર્ટમાં સિવિલ પ્રોસીઝર કોડની જોગવાઈ અનુસાર હુકમનામું મેળવવા અરજી દાખલ કરવામાં આવી હતી, જે અરજીના કામે  7મા એડિશનલ સિવિલ જજ  દ્વારા હીરેન એન્ટરપ્રાઈઝના ભાગીદારોએ સોપાન કોટેક્ષના ભાગીદારો પાસેથી રૂ. 69,20,41 પુરા વસુલ કરવા હકકદાર છે તેવો હુકમ તથા હુકમનામું હિરેન એન્ટરપ્રાઈઝની તરફેણમાં ફરમાવેલ છે. હવે આ લેણી 2કમ વસુલ મેળવવા સોપાન કોટેક્ષ અને તેના ભાગીદારો સામે  મિલકતજપ્તીની તજવીજ કરવામાં આવશે.આ કામે વાદી વતી એડવોકેટ  અર્જુન એસ.પટેલ, જવલંત આર. પરસાણા, સચીન બી. સગપરીયા, સત્યજીત જે. ભટી, મહેન એમ. ગોંડલીયા, જીગર બી. નસીત, મુકેશ જી. ગોંડલીયા, પૃથ્વીજીત ગૌસ્વામી રોકાયા છે.