રાજકોટ: દૂધની ડેરી પાસે યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત: કારણ અકબંધ

છ માસ પહેલા સગાઈ થઈ’તી: યુવાનના મોતથી પરિવારમાં માતમ

શહેરમાં દૂધની ડેરી પાસે રહેતા અને મજૂરી કામ કરતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પરંતુ આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વીગત મુજબ દૂધની ડેરી પાસે રહેતા સોહિલ યુનુષભાઈ ચૌહાણ નામના 22 વર્ષના યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવારમાં જ સોહિલ ચૌહાણે દમ તોડતા પરિવારમાં માતમ છવાયો છે.

આ અંગે ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથધરી છે.