રાજકોટ ઝૂમાં ગુંજી ઉઠી કિલકારી… બે નવા મહેમાન બનશે આકર્ષણનું કેન્દ્ર

રાજકોટમાં અનેક ફરવાલાયક સ્થળો છે એ સ્થળોમાનું એક સ્થળ છે જેમાં રાજકોટ ઝૂ હાલ રાજકોટનું જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે.

સામાન્‍ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્‍ચાંને જન્‍મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્‍સામાં એક બચ્‍ચું અથવા ચારથી પાંચ બચ્‍ચાંઓ જન્‍મતા હોય છે.. આ ઝૂમાં સફેદ વાઘે ૨ બાળકોને જન્મ આપ્યો હતો. સફેદ વાઘ નર દિવાકર તથા સફેદ માદા વાઘણ કાવેરીના સંવનનથી ૧૦૮ ‍દિવસના ગર્ભાવસ્‍થાના અંતે કાવેરી વાઘણે ૨ વાઘ બાળને જન્મ આપ્યો છે જે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

માતા અને બાળક બન્ને સ્વસ્થ

 

હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્‍ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારમાતા તથા બચ્‍ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્‍ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે. હાલ શિયાળો હોવાથી બચ્ચાઓને ઠંડી ન લાગે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

રાજકોટ ઝૂ ખાતે અત્‍યાર સુધીમાં કુલ ૧૩ (તેર) સફેદ વાઘ બાળનો જન્‍મ થયેલ જેમાંથી ગાયત્રી વાઘણે ૧૦ બચ્‍ચાંને જન્‍મ આપેલ, યશોધરા વાઘણે ૧ બચ્‍ચાંને જન્‍મ આપેલ તેમજ કાવેરી વાઘણે ૨ બચ્‍ચાંને જન્‍મ આપેલ. હાલ ઝૂ ખાતે સફેદ વાઘબાળ–૨નો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા ૦૮ થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-૧, પુખ્ત માદા-૩ તથા બચ્ચા-૪નો સમાવેશ થાય છે.

દર વર્ષે અંદાજીત ૭.૫૦ લાખ લોકો લે છે ઝૂની મુલાકાત

દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 59 પ્રજાતિઓનાં કુલ 469 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે.

 

રાજકોટ ઝૂ દ્વારા અન્‍ય ઝૂને આપેલ સફેદ વાઘની વિગત :

ક્રમ ઝૂની વિગત વર્ષ સફેદ વાઘની સંખ્‍યા
૦૧ કાંકરીયા ઝૂ, અમદાવાદ ૨૦૧૭-૧૮ સફેદ વાઘ માદા-૦૧
૦૨ છતબીર ઝૂ, પંજાબ ૨૦૧૯-૨૦ સફેદ વાઘ માદા-૦૧
૦૩ રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પૂના ૨૦૨૦-૨૧ સફેદ વાઘ માદા-૦૧
૦૪ ઇન્‍દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગર ૨૦૨૦-૨૧ સફેદ વાઘ નર-૦૧, માદા-૦૧
૦૫ ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સુરત ૨૦૨૧-૨૨ સફેદ વાઘ નર-૦૧, માદા-૦૧

હાલ ઝૂ ખાતે જુદી જુદી ૬૧ પ્રજાતિઓનાં કુલ-૫૧૯ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.