Abtak Media Google News
રાજકોટના ગ્રામ્ય વિસ્તારો પણ વિકસિત :ઉદ્યોગોની સંખ્યા, ગામમાં મળતી સવલત, પંચાયતોની આધુનિકતા અને સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી

રાજકોટનો વિકાસ અદભૂત અને દિશાસૂચક છે. દેશના વિકાસમાં અને રાજનીતિમાં ગુજરાતનો સૌથી મોટો હાથ છે. ગુજરાત માટે ગૌરવની વાત છે કે આજે આખા દેશનું નેતૃત્વ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. તેમ યુપીના મંત્રીએ જણાવ્યું હતું.

ઉત્તરપ્રદેશના માર્ગ અને પરિવહન મંત્રી દયાશંકર સિંઘ તથા પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી અબતકની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. આ વેળાએ મંત્રી દયાશંકર સિંઘએ જણાવ્યું કે તેઓને રાજકોટના ગ્રામ્ય ક્ષેત્રમાં ચૂંટણીની જવાબદારી આપવામાં આવી છે.  તેઓ ઉપરાંત ઉત્તરપ્રદેશના અનેક નેતાઓને પણ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જવાબદારી સોંપાઈ છે.

Dsc 0642

તેઓએ ઉમેર્યું કે દેશના વિકાસમાં અને રાજનીતિમાં ગુજરાતનો સૌથી મોટો હાથ છે. આજે આખા દેશનું નેતૃત્વ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. જે ગુજરાત માટે ગૌરવની બાબત છે. નરેન્દ્રભાઈને ગુજરાતના લોકો અને ત્યાંની રાજનીતી સાથે સીધો સંબંધ છે. તેઓ અગાઉ તા.11એ રાજકોટ આવ્યા હતા. હવે ફરી તા.19એ રાજકોટ આવી રહ્યા છે. તેઓની આ મુલાકાત દર્શાવે છે કે તેઓને રાજકોટ પ્રત્યે ખૂબ લગાવ છે.

તેઓએ ઉમેર્યું હતું કે રાજકોટના ગ્રામ્ય વિસ્તારો પણ વિકસિત છે. અહીં  ઉદ્યોગોની સંખ્યા, ગામમાં મળતી સવલત, પંચાયતોની આધુનિકતા અને સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી છે.

યુપીમાં યોગીજીના નેતૃત્વનું પુનરાવર્તન, 37 વર્ષમાં આવું પ્રથમવાર બન્યું

મંત્રી દયાશંકર સિંઘે જણાવ્યું હતું કે ઉતરપ્રદેશમાં યોગીજીના નેતૃત્વનું પુનરાવર્તન થયું છે. આવુ 37 વર્ષમાં પ્રથમ વખત થયું છે. 1984 પછી કોઈ બીજી વાર સરકાર બની ન હતી. પણ વડાપ્રધાન મોદીના અને યોગી આદિત્યનાથના કામો બોલ્યા, અને સરકાર ફરી બની છે.

મોદીજીના નેતૃત્વમાં ગરીબો માટે આવ્યા અચ્છે દિન

મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ અનેક કલ્યાણકારી યોજનાઓને અમલમાં મૂકી તેનાથી રોજગારી અને વિકાસનું સર્જન કર્યું છે. તેઓના સુસાશનમાં ગરીબો માટે અચ્છે દિન આવ્યા છે. અત્યારે એક પણ એવું ઘર નથી. જ્યાં ચૂલો ચાલુ ન થયો હોય અને ત્યાં વ્યક્તિ ભૂખ્યો સુઈ ગયો હોય.

ગુજરાત મોદી અને શાહનું ઘર, અહીંનો વિકાસ રોલમોડેલ

મંત્રી દયાશંકર સિંઘે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમીતભાઈ શાહનું હોમટાઉન ગુજરાત છે. અહીંનો તેઓએ જે વિકાસ કર્યો છે તે ખરેખર દેશ માટે રોલમોડેલ છે. હાલ દિલ્હીની હોસ્પિટલોની વાતો થઈ રહી છે. પણ જેવી વાતો થાય છે તેવું કઈ જ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.