Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટમાં એન્જિનીયરીંગની વિદ્યાર્થીનીએ કલાત્મક ગરબા બનાવી સૌને અભિભૂત કરી દીધાં છે. સોશ્યલ મીડિયાના મેદાનમાં આંટાફેર કરી સમય બદબાદ કરવાને બદલે પોતાની ક્રિએટીવીટીને કઇ રીતે આકાર આપી શકાય તે શીખવું હોય તો કોઇએ વિધિ પંડયા પાસે જવું પડે…

રાજકોટ શહેરની આ યુવતિએ ફોન કે ફરવા જઇને સમય બગાડવા કરતા પોતાની કિએટીવીટીને વધુ મહત્વ આપીને સૌને અચંબામાં નાખી દીધા છે.

છેલ્લા ર0 દિવસથી વિધિ અને તેની બહેને માટી, જુદા જુદા સ્ટોન અને જેમ્સનો ઉપયોગ કરીને માતાજીના કલાત્મક અને જોતાં જ આકર્ષક લાગે તેવા ગરબા બનાવ્યાં છે.

આ અંગે વિધિ કહે છે કે ગરબા બનાવ્યા પછી ફેન્ડસ અને ગ્રુપમાં બતાવ્યા તો કોઇએ સલાહ આપી કે આ ગરબાનું વેચાણ કર જેથી કરીને વધુમાં વધુ લોકોને તેનો લાભ મળે, બસ આ વિચાર પછી તેણીએ ગરબાં વિશે બધાને જાણ કરી અને ત્યારબાદ લોકોને જબરજસ્ત રીસ્પોન્સ પણ મેળવ્યો.

અત્યાર સુધીમા: અલગ અલગ પ્રકારના 40 ગરબા બનાવ્યાં છે. અને ડિમાન્ડ પ્રમાણે તે અમદાવાદ, વડોદરા અને જામનગર મોકલી પણ દીધા છે. વિધિ કહે છે કે માતાજીના ગરબાં બનાવીને ખુશી પણ થાય છે અને માતાજીની આરાધના પણ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.