રાજકોટના એનસીસી કેડેટ્સની રાજપથ પરેડમાં પસંદગી

એ વતન… વતન મેરે આબાત રહે તુ…

આવતીકાલે 26મી જાન્યુઆરીના રોજ અનેક શાળા, કોેલેજો અને સંસ્થાઓએ તીરંગો શાનથી લહેરાવાશે અને દેશભકિતની ભાવના સાથે સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમો કરવામાં આવશે. ત્યારે રાજકોટના એનસીસી કેડેટ દ્વારા ગોંડલ ખાતે યોજનાર પરેડ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટ માટે ગર્વની બાબત છે કે દિલ્હીના રાજપથ ખાતે યોજનાર રાષ્ટ્રીય પરેડમાં રાજકોટની ૪ છોકરીઓ અને ૩ છોકરાઓ પસંદગી પામ્યા છે.

એન.સી.સી. કેડેટસમાં ઇમાનદારીનું સિંચન: બ્રિગેડીયર અજીતસિંહ

સૌરાષ્ટ્રના ગ્રુપ કમાન્ડર બ્રિગેડીયર અજીતસિંહ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે દિલમાં હંમેશા દેશભકિત માટેની લાગણી હોવી જોઇએ. તેવોની પાસે ચાર બટાલીયન ભાવનગર, બે બટાલીયન રાજકોટ અને એક એક બાટલીયન જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં છે.

આમ સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર કવર કરવામાં આવ્યું છે. ખાસ તો રાજકોટની એક બટાલીયન ગોંડલ પણ માર્ચ પાસ્ટ માટે જવાના જેમ ૩૦ છોકરાઓ જોડાયા છે. આ ઉપરાંત રાજકોટમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે પણ પરેડ કરવામાં આવશે. જેમાં સીનીયર જુનીયર બન્ને કેટેગરી એ ભાગ લીધેલ છે. ૩ છોકરાઓ ટુ ગુજરાત બટાલીયન એનસીસીના છે.ભાવનગરની બટાલીયન ઉમરાળામાં પરેડ પ્રદર્શન કરશે. રાજકોટના ચાર છોકરા અને ચાર છોકરીઓ પરેટ માટે દિલ્હી ગયા છે. જેમણે ચાર જેટલા કેમ્પ કરેલ છે. ખાસ તો દિલ્હી પરેડમાં જોડાવું તે રાજકોટ માટે ખુબ જ ગૌરવની વાત છે જે કેડેડસ રાજપથ પર માચીંગ માટે ગયાથી તેમાંથી એક બેસ્ટ કેડેટની પસંદગી કરવામાં આવે છે.

આ પ્રકારે જુનીયર, સીનીયર ડિવીઝનમાં નેવી, એરફોર્સ આમ સમગ્ર ગુજરાત  માંથી બેસ્ટ કેડેટ પસંદ કરવામાં આવે છે. કેમ્પના જવાથી અને જીવનશૈલીનું ઘડતર થાય છે. વધુમાં ઉમેર્યુ એન.સી.સી. મેઇન કરનાર બાળક જો સીસી ફી ડેટ કરેલ હોય તો યુ.પી.એસ.સી. માટેની પહેરેલા તેમને આપવી નથી પડતી ડાયરેકટર ઇન્ટરવ્યુ લેતા હોય છે. જયારે બી સર્ટીફીકેટ એ સર્ટીફીકેટ૯ઠ ધરાવતા કેડેટને ગુજરાત સરકાર ર થી પ ટકાનો ફાયદો આપે છે.એનસીસી કેડેટ માં ઇમાનદારી નું સીંચન કરવામાં આવે છે. તેથી તે કોઇ ખોટું કામ નહી કરે. દેશભકિત પણ તેને ખ્યાલ જ હશે. લીડરશીપનો ગુણ પણ એનસીસી કેડેટ ધરાવે છે. ખાસ તો ર૬ જાન્યુઆરી વિશે સંદેશ આપતા જણાવ્યું કે દેશની અખંડીતા અંગે મનમાં એક ભાવના હોવી જોઇએ. આપણું વજુદ આપણો દેશ છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લોકો નિશ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે તો દેશ વિકાસ માટે વિશ્વાર્થ ભાવે કાર્યો ખુબજ જરુરી છે.

દિલ્લીની પરેડમાં રાજકોટના વિદ્યાર્થીઓ


ક્રમ
નામ સંસ્થા
વાઘેલા જયવિરસિંહ એમ.એન.વિરાણી
ઠુમ્મર યાજ્ઞીક ક્રાઈસ્ટ કોલેજ
જાની પ્રકાશ પી.ડી.માલવીયા
લાવડીયા રાજવી કણસાગરા કોલેજ
રામાવત અંજલી કણસાગરા કોલેજ
ગૌસ્વામી ગીતા કણસાગરા કોલેજ
અગ્રીમા જોશી રાજકુમાર સ્કૂલ