Abtak Media Google News

રાજકોટ એસ.ટી. ડિવીઝનના સૌથી વધુ ૨૯૮ કેસો ધ્રુમપાનના નોંધાયા: ડ્રાઈવર-કંડકટર અને મુસાફરોને રૂ. ૭૬૮૫નો દંડ ફટકારાયો 

જાહેર સ્થળો પર ધ્રુમપાન કરવાની મનાઈ હોય છે. છતાં પણ લોકો જાહેર સ્થળો પર મનગમતી જગ્હોય તેવી રીતે ધ્રુમપાન કરતા હોય છે. છેલ્લા ઘણા સમયથી એસ.ટી. વિભાગ ધ્રુમપાન કરનારા પર નજર તાકીને બેઠા હતા અને ધ્રુમપાન પ્રતિબંધીત એરીયામાં કાયદાનું ભાન કરાવવા માટે રાજકોટ એસ.ટી. ડિવિઝનનાં સૌથી વધુ ૨૯૮ કેસો ધ્રુમપાનના નોંધાયા હતા. જેમાં ડ્રાઈવર કંડકટર અને મુસાફર સહિત ‚ા. ૭૬૮૫નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Img 2328આ ઉપરાંત રાજકોટ સહિત રાજયભરમાં એસ.ટી. ડિવિઝન દ્વારા તમામ પાન -માવા-તમાકુ અને બીડી સિગારેટ ફુંકનારાઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ મળીને ૧૦૧૦ કેસ નોંધાયા હતા અને લગભગ ‚ા.૪૨,૪૪૮નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેમાં રાજયભરમાં રાજકોટમાં આવા કેસો સૌથી વધુ બહાર આવ્યા હતા. રાજકોટ ડિવિઝનમાં જુદા જુદા ૯ ડેપોમાંથી ૩૪ ડ્રાઈવર, ૧૬ કંડકટર અને ૨૫૪ મુસાફરો પાન-કાફી અને બીડી સીગારેટ ફુકવાના વિરોધી કાયદાનો ભંગ કરતા ઝપટે ચડયા હતા. રાજકોટ ડિવિઝનના કુલ ૩૦૮ કેસો નોંધાયા હતા. જેમાં ‚ા.૮૨૧૫ જેવી રકમ વસુલ કરવામાં આવી હતી.

રાજકોટ એસ.ટી.ડિવીઝનમાં રાત-દિવસ ડ્રાઈવર કંડકટરો તેમજ એસટી ડેપોના કર્મચારીઓ ધ્રુમપાન અને અન્ય બીજા ઘણા કાયદાનો ભંગ કરતા હોય છે. એસ.ટી. તંત્ર હાલ સજાગ થયું છે અને કાયદાના વિરોધી સામે કડક કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.