Abtak Media Google News

ભાજપના સનિષ્ઠ કાર્યકર્તા અને વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી નિષ્ઠાપૂર્વક વહન કરી

રાજકોટ શહેર ભાજપ વોર્ડ નં . 10 ના વોર્ડ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યાને છ વર્ષ પૂર્ણ કરનાર રજનીભાઇ ગોલ ને ભાજપ અગ્રણીઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે . ભારતીય જનતા પાર્ટીમાં સંનિષ્ઠ કાર્યકર્તા અને વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી નિષ્ઠાપૂર્વક વહન કરી છે .

તેમજ પાર્ટીની સાથોસાથ સામાજીક ક્ષેત્રે પણ તેઓ અગ્રેસર રહયા છે . વિવિધ સામાજીક અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહી સમાજ પ્રત્યે પોતાનું દાયિત્વ નીભાવી રહયા છે . વોર્ડ નં .10 માં ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સંગઠન અને સેવાકીય પ્રવૃતિઓ વિવિધ કાર્યક્રમ થકી  સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ  ના સૂત્રને સાર્થક કરવામાં સહભાગી બન્યા છે .

ત્યારે વોર્ડ પ્રમુખ તરીકે છ વર્ષ પૂર્ણ કરનાર રજનીભાઇ ગોલને પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભા -69 ના ધારાસભ્ય વિજયભાઇ રૂપાણી , પ્રદેશ ભાજપ અગ્રણી અને વિધાનસભા -69 ના વાલી નીતીનભાઇ ભારદ્રાજ , અંજલીબેન રૂપાણી , સાંસદ મોહનભાઇ કુંડારીયા , પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય , શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી , મહામંત્રીઓ જીતુભાઇ કોઠારી , કિશોરભાઇ રાઠોડ , નરેન્દ્રસિંહ ઠાકુર , પૂર્વ મહામંત્રી દેવાંગભાઇ માંકડ , સહીતના અગ્રણીઓ , વોર્ડ નં . 10 ના તમામ હોદેદારો તથા કાર્યકર્તાઓ એ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.