Abtak Media Google News

રાજપીપલા શહેરના કુલ- 5 જેટલાં  ટીબીના દરદીઓને દત્તક લઇને માનવતાસભર કાર્યને વધુ મજબુત કરતી રાજપીપલાની સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ

દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-2025 સુધીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાનને વેગ મળી રહે અને નર્મદા જિલ્લો ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ પ્રમાણે ટીબી દરદીઓને દત્તક લઇ દરદીઓને ન્યુટ્રીશન સપોર્ટ તેમજ સંપૂર્ણ સારવાર પૂર્ણ કરવામાં સમયાંતરે ફોલોઅપ કરવામાં આવે તે માટે નર્મદા જિલ્લાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા જિલ્લા ક્ષય અધિકારી ડો. ઝંખનાબેન વસાવા દ્વારા અપીલ કરવામાં આવી છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી સમાજ અને અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા “સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ” દ્વારા રાજપીપલા શહેરના કુલ- 5 જેટલાં  ટીબીના દરદીઓને દત્તક લઇને  માનવતાસભર કાર્યને વધુ મજબુત કર્યું છે.

રાજપીપલાની “સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ” ના પ્રમુખ  ગુંજનભાઈ માલવીયાએ જણાવ્યું હતું કે,    રાજપીપલા શહેર નર્મદા જિલ્લો ટીબી મુક્ત બને તે માટે રાજપીપલાના કુલ-5 દરદીઓની સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી દત્તક લેવાનું નક્કી કર્યું છે.

પાંચ ટીબી દરદીઓની સમયાંતરે મુલાકાત કરી ફોલોઅપ કરીશું અને તેમને પોષણ મળી રહે તે માટે દર માસે પોષણયુક્ત આહારની કિટ્સનું પણ વિતરણ કરીશું. રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાને ટીબી મુક્ત બનાવીએ અને પ્રધાનમંત્રીના સપના ને સાકાર કરવા કટીબધ્ધ બનીએ. તેમ ગુંજનભાઈ માલવીયાએ અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.