રાજુ ઉર્ફે કુકી શિયાળીયાની ગેંગ સામે કાયદાનો સકંજો કસાશે

શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલે ગુન્હેગારો સામે કડક હાથ કામગીરી કરવા આપેલી સૂચનાને પગલે ડી.સી.પી. મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના એ.સી.પી. ડી.વી. ખસીયા અને પી.આઇ.વી.કે. ગઢવી સહિતના સ્ટાફને ટોળકી દ્વારા આચરતુ ગુનોઓને કાબુમાં લેવા છુટો દ્રૌર આપવામાં આવ્યો છે.

શહેરના આનંદ બંગલો ચોક નજીક પ્લોટ પચાવી પાડયાની કરેલી અરજી બાદ સમાધાનનો ખાર રાખી કારખાને દાર પિતા-પુત્રને મારવાના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ કુકી ભરવાડની ધરપકડ વેળાએ પી.એસ.આઇ. વી.કે. ઝાલા સહિત ચાર પોલીસમેન ઉપર હુમલો કરનાર નામચી કુકી ભરવાડ સહિત  પાંચ શખ્સોની ધરપકડ કરી આકરી સરભરા કરવામાં આવી છે નવા સુધારેલા કાયદા ગુજશી ટોક મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

વધુ વિગત મુજબ શહેરના યુનિ. રોડ પર પધનનાથ ટાવરમાં સમીર વલ્લભભાઇ અધેર અને વલ્લભભાઇ અધેરા નામના પિતા-પુત્ર કારખાનેદારને આનંદ બંગલા ચોક પાસે રાજુ ઉર્ફે કુકી છેલ્લા શિયાળીયા અને તેનો ભાઇ કાળુએ વાવડીના સર્વે નંબરના પ્લોટ સંદર્ભે મારમાર્યોની માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


જે ગુંનામાં વોન્ટેડ કુકી ઉર્ફે રાજુ 150 ફુટ રીંગ રોડ નજીક ચામુંડા હોટલ પાસે હોવાની માલવિયાનગર પાલિસ મથકના પી.એસ.આઇ. વી.કે. ઝાલાને મળેલી બાતમીના આધારે સ્ટાફ દોડી જઇ કુકી ભરવાડની અટકાયત કરતા તેનો સાગીતો દ્વારા સોડા બોટલાના ઘા કરી કુકીને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે જાનના જોખમે રાજુ ઉર્ફે કુકી છેલ્લા શિયાળીયા, ગેલા સામંત શિયાળીયા, માલા ગેલા શિયાળીયા, નયન ખીમજી કરંગીયા અને પિયુષ કાંતી ચૌહાણની ધરપકડ કરી તમામને પોલીસ કમિશ્ર્નર કચેરી ખાતે લાવી લીમડાનો સ્વાદ ચખાડવામાં આવ્યો હતો. તેમજ બનાવ સ્થળે લઇ જઇ આકરી સરભરા કરવામાં આવી હતી.ઝડપાયેલા શખ્સોની પુછપરછમાં તેની સાથે સંડોવાયેલા રાજેશ ઉર્ફે રાજુ સંગ્રામ મીર, લાલો સંગ્રામ મીર, છગન સંગ્રામ મીર, કરશન સોંડા જોગરાણા, હતુ મધા મીર, નવધણ ધના જોગરાણા અને સાત અજાણ્યા શખ્સો સામે ગુંનો નોંધી ધરપકડ કરવા ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી.અને માલવિયા નગર પોલીસ મથકના પી.આઇ. કે.એન. ભુકણ સહિતના સ્ટાફ ચક્રોગતિમાન કર્યા છે.ઝડપાયેલો રાજુ ઉર્ફે કુકી છેલ્લા શિયાળીયા સામે માલવિયા નગર પોલીસ મથકના ચોપડે ધમકી અને ચોરી સહિત પાંચ ગુંના નોંધાયા અને તાલુકા પોલીસ મથકના ચોપડે ચડી ચુકયો છે. જયારે પિયુષ કાંતી ચૌહણ સામે ગાંધીગ્રામ પોલીસ મથકના ચોપડે ધમકી અને જુગારના ગુંનો નોંધાયા છે.રાજુ ઉર્ફે કુકી અને તેના સાગ્રીતો સામે નવા સુધારેલા કાયદા ગુજશી ટોક હેઠળ કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.