Abtak Media Google News

કહેવાય છે ને કે જ્યારે કિસ્મતનું પાસું ફરે ત્યારે કોઈપણ ની પરિસ્થિતિ બદલાઈ જાય છે. કોઈ રોડપતિ માંથી કરોડપતિ થઈ જાય છે તો કોઈ કરોડપતિ માંથી રોડપતિ થઈ જાય છે ત્યારે આવી જ એક ઘટના ભારતમાં બની છે જેમાં dream11 માં 39 રૂપિયા માં ટીમ બનાવીને ડીજે વાળા યુવાન કરોડપતિ બની ગયો હતો.

મળતી માહિતી મુજબ આ ઘટના બિહારની છે જ્યાં રાજુ નામના વ્યક્તિએ અનેક વાર પૈસા લગાવ્યા છતાં તેની કિસ્મત ચમકતી ન હતી ત્યારે વર્ષના છેલ્લા દિવસે તેણે ફક્ત 49 રૂપિયામાં dream11 માં 11 સભ્યોની ટીમ બનાવી હતી અને તેને કુબેરનો ખજાનો હાથ લાગ્યો હતો. નવાદા જિલ્લાના અકબરપુર બ્લોક વિસ્તારના નાના શહેરમાં રહેતા રાજુ નામના યુવકનું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું. રાજુ છેલ્લા બે વર્ષથી ડ્રીમ 11માં પૈસા રોકતો હતો. આ વખતે તેનું નસીબ ચમક્યું અને તે કરોડપતિ બની ગયો.

રાજુએ કહ્યું કે તેને ક્રિકેટનો શોખ છે. છેલ્લા બે વર્ષથી અમે મોબાઈલ પર ડ્રીમ 11 એપ પર પૈસા રોકતા હતા. અત્યાર સુધીમાં લગભગ 85 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે, પરંતુ પ્રમાણમાં સફળતા મળી નથી. કેટલીકવાર કેટલીક જીત પ્રાપ્ત થઈ હતી. આ વખતે ફરી તેણે 49 રૂપિયા લગાવી અને એક કરોડ રૂપિયાની જંગી રકમ જીતવામાં સફળ રહ્યો. ગેમ ટેલી બોર્ડમાં નંબર વન, જીત્યા એક કરોડ રૂપિયા. રાજુએ કહ્યું કે તેણે બ્રિસબેન હિટ અને સિડની થંડર ટીમમાંથી ખેલાડીઓને પસંદ કરીને પોતાની ટીમ બનાવી છે. રાજુની આ સફળતા બાદ પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ છે. રાજુના પરિવારના સભ્યો પણ ખૂબ ખુશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.