Abtak Media Google News

વડાપ્રધાન તમામ ભારતીયોના હ્રદય સિંહાસન ઉપર બિરાજે  છે અને લોકો તેમના સ્વસ્થ દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની તા.17ને  શનિવારે જન્મદિવસ છે. સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે તેમને અંતરના ઉમળકાથી અઢળક શુભેચ્છા પાઠવી હતી.

રાજુભાઇ ધ્રુવે જણાવ્યુ છે કે, નરેન્દ્રભાઈ મોદીજી  ર001થી ર014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. એ સમયે તેઓએ ગુજરાતમાં  વિકાસની અનેક દીર્ઘદ્રષ્ટિ ભરેલી મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી હતી અને ગુજરાતને વિકાસ અને પ્રગતિ ના ઉચ્ચ શિખર ઉપર પહોચાડ્યું હતું. ત્યારબાદ મોદીજી  ર6મે ર014ના રોજ ભારત ના 15 માં પ્રધાનમંત્રી બન્યા ત્યારથી વડાપ્રધાન તરીકે સતત અવિરત  દેશની સેવા કરી રહ્યા છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં આજે ભારતનું નામ વિશ્વભરમાં આદર અને સન્માન સાથે લેવાય છે અને તે જોઈ વિશ્વના ખૂણે ખૂણે વસતા ભારતીયોની છાતી ગજ ગજ ફુલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા  છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનેસ જેવા નેતાઓને પાછળ છોડીને તેમણે તાજેતરમાં જ  આ સિદ્ધિ મેળવી છે. મોર્નિંગ ક્ધસલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક મંજૂરી રેટિંગ મુજબ, પીએમ મોદીને 75% લોકો પસંદ કરે છે.આ સિધ્ધી પણ નાનીસૂની ન કહેવાય તેમ પણ રાજુભાઇ ધ્રુવે જણાવ્યુ છે.

રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે, પ્રખર રાષ્ટ્રભક્તિ સાથે સ્થિર અને શક્તિશાળી સરકાર આપનાર પ્રચંડ પરાક્રમી અને પુરુષાર્થી વડાપ્રધાન  તરીકે નરેન્દ્રભાઈ મોદી ન ભૂતો ન ભવિષ્યતી છે. તેમના હૈયે હમેશા ભારત માતાનું હિત જોડાયેલુ રહે છે અને કોઈ દુશ્મન દેશ આંખ ઉઠાવવાની કોશિશ કરી શકતો નથી. તેમના નેતૃત્વમાં આજે ભારતીય નાગરિક  વધુ સલામત બન્યો છે.

રાજુભાઇ ધ્રુવે અંતમાં જણાવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દેશના કરોડો લોકો તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.