Abtak Media Google News

બહોળી સંખ્યામાં રાજકીય ઔદ્યોગીક ક્ષેત્રના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

સૌરાષ્ટ્ર અને કચ્છના અગ્રણી ઉદ્યોગપતિઓએ પોતે પ્રસ્થાપિત કરેલ ધંધા-ઉદ્યોગ દ્વારા દેશ-વિદેશમાં નામના મેળવી છે. ત્યારે આવા અગ્રણી ઉદ્યોગપતિઓને સન્માનવાનો એક ઉમદા કાર્યક્રમ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને આઇસીઆઇસીઆઇ બેંકના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. જેમાં 15 ઉદ્યોગપતિઓનો ગ્રેટર બિઝનેશ આઇકોન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતાં.

જેમાં સમગ્ર દેશ દુનિયાભરના દેશોમાં જેતપુરનું નામ રોશન કરનાર એવા જેતપુરનું ગૌરવ સમાન એવા જયશ્રી ગૃપની રાજુભાઇ પટેલને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગ્રેટર બિઝનેસ આઇકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ અવસરે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા તથા ઔદ્યોગીક-રાજકીય ક્ષેત્રના મહાનુભાવો ઉ5સ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.