રાજુલા: 4500 ગાયોના નિભાવ માટે ઘાસચારાની અપીલ કરતો હોડાવાળી ખોડિયાર આશ્રમ

0
206

80 વર્ષીય મહંત શેષનારાયણ રખડતી ભટકતી ગાયોની સેવા કરે છે 

રાજુલા તાલુકાના. માંડલ મોરંગી ડુંગરા ઉપર.. હોડાવાળીની ખોડીયાર આશ્રમ ગાય માતા પ્રત્યે અનોખી સેવા કોરોના મહા મારી મા પણ મહામારીમાં પણ અહીં દાતાઓ દ્વારા અઢળક ઘાસ ચારો ગાયો ક્યારેય ભૂખી રહેતી નથી ગૌ ભક્તો હજુ પણ ઘાસચારાનું દાન અર્પણ કરે  આજ દિન સુધી સરકાર દ્વારા આ ગૌશાળા ને કોઈ સહાય કે સબસિડીની યોજના મળી નથી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા અને મહુવા તાલુકા વચ્ચે આવેલા માંડલ ગામ નજીક હોડા ની ખોડિયાર તરીકે ખુબજ પ્રખ્યાત પામેલા સુંદર ગૌશાળા આશ્રમ 4500 જેટલી ગાયો અહીં છેલ્લા દસેક વર્ષથી છે છેલ્લા દસ વરસથી મહંત શેષનારાયણ રખડતી ભટકતી ગાયો અહીં જે લોકો મૂકી ગયા છે તેને નિભાવવામાં આવે છે આ ગૌશાળા આશ્રમ પ્રત્યે લાગણી ધરાવનાર આ વિસ્તારના ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને તેમનું મિત્ર મંડળગાયો માટે હર હમેશ મદદ કરે છે ગાયોની શું પરિસ્થિતિ છે તેની જાણકારી રાખે છે ગાયોને નિભાવવા માટે પણ પોતે પ્રયત્નો કરે છે અને આ મોરંગી માંડણ વિસ્તારમાં આ હોડા ની ખોડીયાર આશ્રમ ગાયોનું આસ્થાનું પ્રતિક છે કુદરતી સૌંદર્યથી ભરપુર અને મંદિર કાંઠે વહેતું પાણી હોવાથી લોકો પણ ખૂબ જ અહીં આવે છે.

મહંત  શેષનારાયણ ગિરિબાપુએ જણાવ્યું કે ડુંગરાળ વિસ્તાર હોય સિંહોનો વસવાટ હોય છતાં પણ ક્યારે સિંહે ગાયો ઉપર હજી સુધી તરાપ મારી નથી કે ક્યારે ગાયોનું મારણ કર્યું નથી આ વિસ્તારના સિહો પણ ગાય માતા પ્રેમી હોવાનું સ્પષ્ટ જણાય છે.

આજ દિન સુધી સિહો મારણ કરવામાં થી દુર રહ્યા છે  નમૂનારૂપ શે જે મા અંબાની કૃપા છે તેમ  મહંત શેષનારાયણ બાપુએ જણાવ્યું કે હજુ લોકોને ગાય માતા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા છે પરંતુ મા ખોડીયાર સાનિધ્યમાં આટલી બધી ગાયો માટે મારે ક્યારે લોકો પાસે ઘરે ઘરે ફાળો લેવા જવું પડ્યું નથી મારા આશ્રમની ગાય હજી સુધી ભૂખી સુતી નથી અને મા અંબા ક્યારે ભૂખી ગાયોને સુવા નહીં આપે અને મારી ગાયો માટે સદાય ઘાસચારો મળતો રહેશે અને ગાયો માટે ગોવાળો પણ રાખવા પડ્યા નથી મારી ગાયો સુખી તો હું સુખી ગાયો દુ:ખી તો હું પણ દુ:ખી આ ભગીરથ કાર્ય દસ વર્ષથી શરૂ છે અહીં સરકારની કોઈ યોજનાનો લાભ લેવામાં આવતો નથી દાતાઓ દ્વારા સુંદર શેડ ની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે જેથી ગાયોને તડકો કે ચોમાસામાં ક્યારેય હેરાન પરેશાન થવું પડતું નથી  પાણીની સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે ગૌ ભક્તો અને  ગોમાતા પ્રેમીઓએ  આ આશ્રમ ની અવશ્ય મુલાકાત લેવી જોઈએ એ પણ એક જીવનનો લાવો છે એક સાથે એટલી બધી ગાયો તમને સૌરાષ્ટ્રમાં પણ ક્યાંય જોવા નહી મળે આવું રમણીય કુદરતી દ્રશ્ય પણ તમને ક્યાંય જોવા મળશે નહીં.

80 વર્ષના બાપુ આજે પણ  45 00નો ગાયોની સેવા કરે છે વધુ ઘાસચારો કોરોના મહામારીમાં ગાયો માટે દાન આપવામાં આવે તેવી અપીલ. ગાયો પ્રેમી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ  કનુભાઈ ધાખડા એ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here