Abtak Media Google News

મીટીંગમાં ઉપસ્થિત રહેવા સર્વે સમાજના આગેવાનોને ધારાસભ્ય અંબરીશ ડેરનું નિમંત્રણ

રાજુલામાં આગામી સમયમાં પૂ. મોરારીબાપુની ભવ્ય રામકથા યોજાનાર છે. જેની તૈયારીઓના ભાગરુપે આજે ધારાસભ્ય અંબરીશભાઇ ડેરએ એક મીટીંગનું આયોજન કર્યુ છે. રાજુલા ખાતે રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા નિર્માણ થઇ રહેલી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિ:શુલ્ક હોસ્પિટલ તથા વૃંદાવન બાગ રામપરા 2 નાં લાભાર્થે યોજાનાર પૂજ્ય મોરારીબાપુની  ભવ્ય રામકથા ની તૈયારીઓ માટે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર અને મહંત રાજેન્દ્રદાસબાપુ તથા ટ્રસ્ટીઓના નેતૃત્વમાં આજે  સાંજે 5.00 કલાકે  એક અગત્યની મીટીંગનું આયોજન રામ કથા સ્થળ, કડિયાળી નેશનલ હાઇવે રોડ, હોટલ દર્શનની સામે રાખેલ છે અને મીટીંગ પૂર્ણ થયા  બાદ ભોજનનું આયોજન પણ રાખેલ છે. તો આ મીટીંગ માં સર્વે સમાજના આગેવાનો ને પધારવા રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ,રાજુલા વતી માન.ધારાસભ્ય  અંબરીષભાઈ ડેરનું હાર્દિક નિમંત્રણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.