રેસકોર્સમાં ‘અબતક સુરભી’ના ગ્રાઉન્ડમાં પોલીસ પરિવાર માટે આવતીકાલે રાસોત્સવ

0
257

ટ્રેડીશનલ ડ્રેસ પહેરનાર તમામ વિના મુલ્યે રમી શકશે: ૩૦૦થી વધુ ફિલ્મમાં સંગીત આપનાર દંપત્તી અને કિર્તીદાન ગઢવી રાસ ગરબાની રમઝટ બોલાવશે: અમદાવાદના ભરતભાઇ બારૈયા એક સાથે ૭૦૦ દિવડાની આરતીનો ભવ્ય કાર્યક્રમ: શહેરીજનોને રાસ ગરબામાં ઉપસ્થિત રહેવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો અનુરોધ

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ સ્ટાફ વીવીઆઇપી બંદોબસ્ત બાદ ગણેશ મહોત્સવ અને નવરાત્રી બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ સ્ટાફ પોતાના પરિવાર સાથે નવરાત્રી માણી શકયા ન હોવાથી પોલીસ પરિવાર માટે રેસકોર્ષમાં ‘અબતક’ સુરભી રાસોત્સવનું આયોજન થયું હતું ત્યાં અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યાનું અને શહેરીજનોએ ભાગ લેવા પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

પોલીસ સ્ટાફ પોતાના પરિવાર સાથે અર્વાચીન રાસોત્સવ માણી શકે તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સુરક્ષા સેતુ અંતર્ગત અર્વાચીન રાસોત્સવનું આયોજન કર્યુ છે. પોલીસ પરિવાર દ્વારા યોજાનાર રાસોત્સવમાં મોટી સંખ્યામાં શહેરીજનોને જોડાઇ અને ટ્રેડીશન ડ્રેસમાં રમે તેવું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

રાસોત્સવમાં ૩૦૦થી વધુ ફિલ્મમાં સંગીત આપનાર અમવાદના સમીર રાવલ અને તેમના પત્ની માના રાવલ ઉપરાંત ખ્યાતનામ કલાકાર કિર્તીદાન ગઢવી ઉપસ્થિત રહેનાર છે. અમદાવાદના ઇન્ટરનેશનલ આરતી સ્પેશ્યાલીસ્ટ ભરતભાઇ બારૈયા એક સાથે ૭૦૦ દિવડાની આરતી કરી હરિદ્વારની ઝાખી કરાવશે તેમજ ગ્રાઉન્ડમાં સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.

‘અબતક’ સુરભી રાસોત્સવના ગ્રાઉન્ડમાં યોજાનાર પોલીસ પરિવારના રાસોત્સવમાં વહેલા તે પહેલાંના ધોરણે શહેરીજનોને વિના મુલ્યે એન્ટ્રી આપવામાં આવશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here