રાખી સાવંતે વરસાદની મોસમમાં જેકલીન ફર્નાન્ડિઝના ‘પાણી પાણી’ ગીત પર કર્યો ડાન્સ, જુઓ વિડીયો

રાખી સાવંતે ફિલ્મોમાં કંઇક કમાલ કરી નથી. પરંતુ રાખી સાવંત અવાર નવાર ચર્ચાનો વિષય બને છે. તે છેલ્લે ટીવીના લોકપ્રિય શો ‘બિગબોસ 14’માં જોવા મળી હતી. રાખી સાવંત તેના મજાકીયા મૂડ તેમજ તેની ડાન્સ કુશળતા માટે જાણીતી છે. તાજેતરમાં જ રાખીએ ઈન્ડિયન આઇડોલ સીઝન 12ના સ્ટેજ પર લાવણી નૃત્ય કર્યું હતું. હાલમાં તેને વરસાદની મોસમમાં જેક્લીન ફર્નાન્ડિઝના ગીત ‘પાણી પાણી’ પર ડાન્સ કર્યો હતો.

રાખી સાવંતનો એક ડાંસ વારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મુંબઈમાં આ દિવસોમાં વરસાદ પડી રહ્યો છે. હવે મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે અને રાખી સાવંત ના દેખાય તેવું બને. દર વખતની જેમ આ વખતે પણ રાખી મુંબઈના માર્ગો ડાન્સ કરતી જોવા મળી છે. રાખીએ જેકલીન ફર્નાન્ડિઝ અને બાદશાહનાં તાજેતરમાં જ રિલીઝ થયેલા ગીત ‘પાણી-પાની’ પર ડાન્સ કરવાનું શરૂ કરે છે. વાયરલ થયેલા આ વીડિયો પર લોકોએ ખુબ કોમેન્ટો કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રાખી સાવંતનો આ ડાન્સ વારો વિડીયો ખુબ વાયરલ થયો. આ સાથે તેનો બીજો એક વિડીયો પણ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં તે રસ્તા વચ્ચે ઉભીને વાતો કરે છે ને ત્યાં લોકો ભેગા થઈ જાય છે. બધા લોકો રાખી સાવંતને જોઈ તેનો વીડિયો ઉતારે છે. ત્યાં રાખી સાવંત સ્પીડમાં પોતાની લાલ રંગની ગાડીમાં બેસી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ પહેલા પણ રાખીના ઘણા વીડિયો વાયરલ થયા છે. કેટલીકવાર તે દીપિકા પાદુકોણના મસ્તાની અવતારમાં શેરીઓમાં તેના બાજીરાવની શોધ કરતી જોવા મળે છે. કેટલીક વાર તે અક્ષય કુમારના સૌથી લોકપ્રિય ગીત ‘ટીપ-ટીપ બરસા પાની’ પર જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે. તેમાં કોઈ શંકા નથી કે રાખી ચાહકોનું ખૂબ મનોરંજન કરે છે.