ખુદ ‘રક્ષક’ દેશના સૌથી ધનાઢ્ય પાસેથી ખંડણી વસૂલવા માંગતો હતો..!!

અબતક, મુંબઇ

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પોતાની ચાર્જશીટમાં કહ્યું છે કે, બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસે એક એસયુવી કાર પાર્ક કરી હતી, જેમાં વિસ્ફોટક સામગ્રી મળી હતી.  ચાર્જશીટ મુજબ આમ કરીને વાજે અંબાણી પાસેી પૈસા પડાવવા માંગતો હતો.

હાલ ફક્ત મુંબઇ જ નહીં પરંતુ દેશભરમાં ક્યાંક અમુક બ્યુરોક્રાટ અને પોલીસકર્મીઓ પણ બેફામ તા હોય છે. બેખૌફ બનેલા બેવકૂફો પોતાને સિસ્ટમી ઉપરવટ માની લેતા હોય છે અને ત્યારબાદ તેમની બેવકૂફી સમગ્ર તંત્રને ડાઘ લગાડતી હોય છે. આ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રક્ષકની ભૂમિકામાં રહેલો પોલીસકર્મી જ ખંડણી પડાવવા રઘવાયો યો હોય. આ ઘટના પાછળ પોલીસકર્મીને અપાયેલો છૂટો દોર જ જવાબદાર છે. જો આ ઘટનાને સૌરાષ્ટ્રના સંદર્ભમાં મૂલવવામાં આવે તો નાની મોટી ઘટનાઓ અહીં પણ થાય છે જે પ્રકાશમાં આવતી . હાલ તમામ પોલીસ સ્ટેશનનું સંચાલન ઇન્સ્પેક્ટર નહીં પરંતુ ડી ગેંગ કરતી હોય તેવા કિસ્સાઓ પણ બનતા જ હોય છે.

પોલીસ ખાતામાં આર આર સેલ, ક્રીમ બ્રાન્ચ હંમેશા ચર્ચામાં હોય છે તેની પાછળ પણ આવા જ કારણો જવાબદાર છે જે લોકશાહી માટે લાલબત્તી સમાન છે. આ ઘટના પછી વાજે ાણે સ્તિ ઉદ્યોગપતિ મનસુખ હિરણને નબળી કડી માનતા હતા અને માર્યા ગયા હતા તેમ ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે.એનઆઈએએ આરોપ લગાવ્યો હતો કે, પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા હત્યાના કાવતરામાં સામેલ હતા. કેન્દ્રીય એજન્સીએ ગયા અઠવાડિયે ૨૫ ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈમાં અંબાણીના ઘર એન્ટિલિયા પાસે એક એસયુવીની શોધ અને ત્યારબાદ હરણની હત્યાના સંદર્ભમાં વાજે અને અન્ય ૯ લોકો સામે અહીંની વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

આરોપ છે કે વાજે ધરપકડ પહેલા મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર હતા. તેમણે અંબાણીના ઘર પાસે એસયુવી અને ધમકીભર્યા પત્રો મૂકવાનું કાવતરું ઘડ્યું હતું.  ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ઈરાદો સ્પષ્ટ રીતે ધનિકોને ડરાવવાનો હતો અને ભયંકર પરિણામોનો ડર બતાવીને પૈસા પડાવવાનો હતો.એજન્સીના જણાવ્યા અનુસાર વાજે જાણી જોઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલીગ્રામ પર કતિ રીતે જૈશ-ઉલ-હિન્દના નામે બનાવટી પોસ્ટ કરીને કેસને આતંકવાદી કૃત્ય તરીકે સપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ધમકી આપતી નોંધમાં ’અગલે બાર કનેક્ટ કર આયેગા’ (આવતી વખતે બોમ્બના તાર જોડાયેલા હશે) શબ્દો છે જે સ્પષ્ટપણે ષડયંત્ર કરીને દબંગ પોલીસકર્મીની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવાનો તેનો ઇરાદો દર્શાવે છે. એજન્સીનો આરોપ છે કે વાજે જેણે શરૂઆતમાં આ કેસની જાતે તપાસ કરી હતી તેણે કાવતરું છુપાવવા માટે તપાસ ખોટી કરી હતી.