Abtak Media Google News

ગરવા ગિરનારના તીર્થની ગોદમાં જૈનાચાર્ય પૂ. હેમવલ્લભસૂરિજી મહારાજ અને પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજીની નિશ્રામા  ‘હેલ્લો જિંદગી’ વિષય પર પ્રવચન

ગરવા ગિરનારનતીર્થની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય પૂ. હેમંવલ્લભસૂરિજી મહારાજ અને પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજના પાવન સાનિધ્યમાં ‘હેલો જીંદગી’એ વિષય ઉપર પ્રવચન થયું હતુ. આ પુનિત અવસરે પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજીએ કહ્યું હતુ કે, સાપ્રત સમયમાં સંતાનોને લાગણીની અનૂભૂતિ કરાવતો માતાનો  વાત્સલ્યમય ખોળો અને સહકારની અનૂભૂતિ કરાવતો પિતાનો પ્રેમાળ ખંભો મળ્યો છે. એ સંતાનો નશીબદાર છે. મા મમતાનો મહાસાગર છે. તો પિતા પ્રેરણાનું પાવરહાઉસ છે.

સંસ્કારહીન શિક્ષણે વિદ્યાર્થીઓનો કચ્છરઘાણ વાળ્યો છે. કોલેજ અને મેન્ટલ હોસ્પિટલ વચ્ચે લાંબો કોઈ ફરક નથી. મેન્ટલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ શરૂઆતમાં ગાંડા હોય છે. પણ જયારે  સાજા થઈને બહાર નીકળે છે ત્યારે ડાહ્યા થઈ ગયા હોય છે. કોલેજમાં દાખલ થતા વિદ્યાર્થીઓ શરૂઆતમાં ડાહ્યા હોય છે.પણ  ભણી ગણીને જયારે કોલેજ છોડે છે. ત્યારે પૂરેપૂરા ગાંડા થઈ ચૂકયા હોય છે.

તમારી પાસે  જુવાની છે. આકષક વ્યકિતત્વ છે. અને સુંદર વાકછટા છે. આ સ્થિતિમાં  તમને સહુને જો સુૂંદર માર્ગદર્શન મળી જાય તો તમારૂ જીવન મસ્ત બની જાય. જેમ ક્રિકેટની મેચમાં અમ્પાયર અને ક્રિઝ વિનાની મેચ ન હોય તેમ જીંદગીની મેચમાં કોઈક અમ્પાયર અને ક્રિઝતો હોવી જ જોઈએ અમ્પાયરના સ્થાને માતા પિતા, ભાઈ, કલ્યાણમિત્ર, સમાજનો કોઈ  સભ્ય કે સદગુરૂ હોવા જોઈએ જો તમારા જીવનમાં અમ્પાયર નહી હોય તો તમે ખૂબ જોખમી રસ્તે કદમ મૂકી રહ્યા છો તમે પાણી જેવા છો અને વાતાવરણમા ચારેય બાજુ ઢાળ જ ઢાળ છે. તમે મીણ જેવા છો અને ચારેય બાજુ આગ છે.

તમે કયાં ઉતરી જશો અને ઓગળી જશો એનો તમને પણ  ખ્યાલ નહી આવે. કુસ્તીમાં રેફરી, કોર્ટમાં ન્યાયાધીશ, સતામાં બંધારણ અને  અમારા જીવનમાં ગુરૂદીન અમ્પાયર તરીકે ંહોય છે. તમે વહેલી તકે તમારા અમ્પાયરને શોધી કાઢો નહીં તો જીવન હારી જશો. જિંદગીમાં જો નિયંત્રણ ફગાવી દેશો તો  હરાયા ઢોર જેવું  જીવન બની જશે. એ નિયંત્રણોનું ચાલકબળ પ્લેઝર (આનંદ) વાળુ હોવું જોઈએ પણ કયારેક પ્રેશર (દબાણ)  વાળુ પણ હોવું જોઈએ.

જયારે પ્લેઝરની જરૂર પડે ત્યારે પ્રેશર કરતા નહી અને પ્રેશરની જરૂર પડે ત્યારે પ્લેઝર કરતા નહી અત્યારના આ કાળમાં પાંખની બોલબાલા છે. અને આંખ સર્વથા ઉપેક્ષીત છે. પાંખની બોલબાલા એટલે સંપત્તિ અને શકિતની બોલબાલા આંખની ઉપેક્ષા એટલે વિવેક, શરમ અને સમજદારીની ઉપેક્ષા પંખીની પાંખ ગમે તેટલી પાવરફુલ હોય અને   આંખ હોય જ નહીં તો એ પંખી શિકારી દ્વારા પરલોક ભેગુ રવાના થઈ જાય એ જ  રીતે એડવાન્સ ટેકનોલોજીના યુગમાં શકિત, સંપત્તિ અને સામગ્રીના  ખડકલા થયા હોય ત્યારે  સદુપયોગની કળા હોવી જરૂરી છે. આ માટે ભ્રમણ રેખા, મનોરંજન રેખા, સ્વાદરેખા, વિવાદ રેખા અને  લક્ષ્મીરેખાનો વિવેક હોવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.