Abtak Media Google News

રામ મંદિર નિર્માણના ભૂમિપૂજનને માટે ૫ ઓગસ્ટે પીએમ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યામાં ભવ્ય મહોત્સવ યોજાશે. દિવાળી પહેલાં જ અહીં દિવાળી મનાવાશે.

Img 20200803 Wa0025

અયોધ્યામાં સૌંદર્યીકરણ અને નિર્માણનું કામ ઝડપથી શરૂ કરાયું છે. યૂપીની યોગી સરકાર અને કેન્દ્ર સરકારે મંદિર નિર્માણની સાથે જોડાયેલા દરેક પળને ભવ્ય બનાવવાની તૈયારીઓ કરી લીધી છે.

Img 20200803 Wa0005

આખા શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે, અનેક જગ્યાઓએ રામના જીવન સાથે જોડાયેલી છે. ફ્લાયઓવર પાર્ક અને તમામ મહત્વની જગ્યાઓની મરામત કરવામાં આવી રહી છે.

Img 20200803 Wa0004 1

તેનાથી જ્યારે આયોજન થાય તો તેની ભવ્યતામાં ચાર ચાંદ લાગી શકે. ૩ દિવસ સુધી અયોધ્યામાં દિવાળી જેવો માહોલ રહેશે.

Img 20200803 Wa0027

લોકો ઘરમાં પણ દિવા કરીને દિવાળી મનાવશે.  સાથે દરેક મંદિર અને મઠમાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે. આ સાથે રામ લલાને પણ વિશેષ રીતે શણગાર કરાશે.

Img 20200803 Wa0025

તેમના પરિધાન લીલા રંગથી તૈયાર થશે. રામ પરિવારને લીલા વસ્ત્ર, તેમના પડદા, ચાદર, તકિયા, રજાઈ બધું જ લીલા રંગનું હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.