અયોધ્યા વિવાદિત જમીન મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અયોધ્યામાં રામલલાની જીત : કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવી રામ મંદિર બનાવશે

સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેન્ચ આજે અયોધ્યા મામલે ઐતિહાસીક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષમાં સંતુલન જાળવતા મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ વૈકલ્પિક જમીન આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત વિવાદિત જમીન રામલલ્લા ન્યાસને આપી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહીં મંદિર બનાવવા માટે કેન્દ્ર સરકારને ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ચીફ જસ્ટિસે શિયા-સુન્ની વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે બેન્ચે 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો.

સુનાવણી દરમિયાનની અપડેટેસ

– વિવાદિત જમીન પર હવે રામલલાનો હક, હવે ગમે ત્યારે મંદીર બનાવી શકે છે

– રામ જન્મભૂમિ ન્યાસને વિવાદિત જમીન આપવાનો સુપ્રીમનો સ્પષ્ટ આદેશ

– સુન્ની વકફ બોર્ડ જમીન મળ્યાના તાત્કાલિક બાદ તેનો ઉપયોગ કરી શકશે

– સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવામનો સુપ્રીમનો આદેશ

– કેન્દ્ર ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવશે

– રામલલાનો જમીન પર દાવો યથાવત

– મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જગ્યા આપવાનો આદેશ, રામલલાનો જમીન પર દાવો યથાવત

– શ્રદ્ધાના આધારે માલિકીભાવ નક્કી ન થઇ શકે

– 12મી 16 સદીમાં પર શું હતુ તે ખબર નથી -CJI

– મંદિર પાડી મસ્જિદ બનાવવાનો કોઇ ઉલ્લેખ નથી

-મંદિર તોડીને મસ્જિદ બનાવ્યાનો એએસઆઇના રિપોર્ટમાં ઉલ્લેખ નથી

– ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના રિપોર્ટમાં મસ્જિદનો ઉલ્લેખ જ નથી, રિપોર્ટમાં મંદિરની વાત. 12મી સદીમાં મંદિર હોવાનો દાવો- CJI

– બાબરી મસ્જિદ પર ખાલી જમીન પર નહોતી બની- CJI

– નિર્મોહી અખાડાનો દાવો ફગાવ્યો, રામલલાને મુખ્ય પક્ષ ગણાવ્યો- CJI

– 1949માં મૂર્તિઓ મુકવામાં આવી હતી- CJI

– શિયા વક્ફ બોર્ડનો દાવો એકતમથી રદ્દ, સીજેઆઇ ગોગોઇએ કહ્યું કે અમે 1946ના ફૈઝાબાદ કોર્ટના નિર્ણયને પડકારતી શિયા વક્ફ બોર્ડનીં સિંગલ લીવ પિટિશન (SLP)ને નકારી દીધી છે.

– CJIએ કહ્યું- હું 30 મિનિટનો સમય લઇશ ચુકાદો વાંચવામાં, શિયા બોર્ડની

– શિયા બોર્ડની અરજી ફગાવી દીધીઃ શિયાએ બનાવેલી મસ્જિદ સુન્ની વકફ બોર્ડને ન આપી શકાય

– કોર્ટની અંદરથી અપડેટ આવવા લાગ્યા છે. તમામ પક્ષકાર કોર્ટ રૂમમાં બેસી ગયા છે.

– 10:31 ચૂકાદાની કોપી પર જજોએ હસ્તાક્ષર કર્યા

– ચુકાદાની કોપી કોર્ટમાં લાવવામાં આવી, કોર્ટ નંબર-1મા ખીચોખીચ ભીડ

– સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચ ઠીક 10:30 વાગ્યાથી ચુકાદો સંભળાવાનું શરૂ કરશે

– ગૃહમંત્રી અમિત શાહના ઘરે ઉચ્ચસ્તરીય બેઠક માટે પહોંચ્યા ગૃહ સચિવ અજય ભલ્લા

– ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા કોર્ટમાં પહોંચ્યા