Abtak Media Google News

Raamશ્રીરામ જય રામ જય જય રામના નાદ સાથે

વિ.હીં.પ. તથા રાધેશ્યામ ગૌશાળાના ઉપક્રમે કાલે સવારે 8.30 નાણાવટી ચોકથી શોભાયાત્રાનો પ્રારંભ

આજરોજ વિશ્વ હિન્દુ પિરષદ રાજકોટ મહાનગરની ટીમ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, દર વર્ષે રામનવમીના પાવન પર્વ નિમિતે ભગવાન શ્રીરામના પ્રાગટયને વધાવવા વિશ્વ હિન્દુ પિરષદ દ્વારા ભવ્ય દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

શહેરના મુખ્ય માર્ગો પર ફરતી આ શોભાયાત્રાના દર્શનનો લ્હાવો લેવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. વિ.હિ.પ. ના દરેક કાર્યર્ક્તામાં આ આયોજનને લઈને અદમ્ય ઉત્સાહ જોવા મળી

રહયો છે. આમ આ વર્ષની શોભાયાત્રા ભવ્યથી ભવ્યાતી ભવ્ય સુધી પહોંચવાની છે. પ્રતિવર્ષ આ શોભાયાત્રા પણ જન્માષ્ટમીની શોભાયાત્રાની જેમ આકર્ષણ જમાવતી જાય છે.

રામનવમી નિમિતે યોજાનાર ભગવાન શ્રીરામની શોભાયાત્રા તા. 30/03/ર0ર3 ને ગુરૂવારના રોજ સવારે 8-30 કલાકે નાણાવટી ચોક, 1પ0 ફુટ રીંગ રોડ ખાતેથી ધર્મસભા બાદ પ્રસ્થાન કરશે અને સતયુગ  રામજી ભગવાન મંદિર  ન્યાલ ભગત અન્નક્ષ્ોત્ર ૐ હિં રામ જય રામ જય જય રામ ખાતે પૂર્ણ થશે. રાજકોટના અગ્રગણ્ય સાધુ-સંતો અને અનેક આગેવાનોની હાજરી સાથે આ રામલલ્લાની શોભાયાત્રામાં જોડાશે.

Dsc 0004 Dsc 0016

આ યાત્રા દરમ્યાન શોભાયાત્રાની પ્રસ્થાન સમયેની વ્યવસ્થા રાધે-શ્યામ ગૌશાળા દ્વારા કરવામાં આવશે, રથયાત્રાના સમગ્ર રૂટમાં અનેક જગ્યાએ ઠંડુ પાણી, શરબત, ફળાહાર, નાસ્તો વિગેરેની સેવાનો પણ અનેક સંસ્થા દ્વારા લાભ આપવામાં આવશે.

આ શોભાયાત્રામાં સૌપ્રથમ ધર્મધ્વજ, રામલલ્લાની શોભાયાત્રા, સંગીતની સુરાવલી વહાવતું બેન્ડ, ફલોટસ, બાઈક સવાર યુવાનો, ડી.જે., અન્ય વાહનો અને શોભાયાત્રામાં જોડાનાર અન્ય લોકો હશે. શોભાયાત્રાને બજરંગદળ, અને દુર્ગાવાહીનીના બહેનો દ્વારા સુરક્ષા ક્વચ પુરૂ પાડવામાં આવશે. સમગ્ર રથયાત્રાના રૂટમાં કાયદો વ્યવસ્થા અને ટ્રાફીકનું સુપેરે સંચાલન માટે શહેર પોલીસ ડીપાર્ટમેન્ટ તથા ટ્રાફીક પોલીસ તહેનાત રહેશે.

અંતમાં સતયુગ રામજી ભગવાન મંદિર  ન્યાલ ભગત અન્નક્ષ્ોત્ર, ગોંડલ રોડ ખાતે આતશબાજી, ઢોલનગારા દ્બારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરી ભક્તો દ્વારા ફળાહાર કરાવવામાં આવશે તથા યાત્રા સમાપન બાદ રામજન્મોત્સવની ભવ્યાતિભવ્ય આરતિનો લાભ લેવા હિન્દુ જનતાને જાહેર આમંત્રણ છે.

આ આયોજનને સફળ બનાવવા માટે રાધે-શ્યામ ગૌશાળાના રાધેશ્યામ બાપુ તથા સતયુગ  રામજી ભગવાન મંદિર  ન્યાલ ભગત અન્નક્ષ્ોત્ર વહીવટર્ક્તાઓ તથા વિ.હિ.પ. – બજરંગદળ, દુર્ગાવાહીનના કાર્યર્ક્તાઓ ભારે જહેમત ઉઠાવી રહયાં છે.Dsc 0008

આ માટે વિ.હિ.પ. દરેક સંસ્થા, મંડળ, યુવક મંડળ, સામાજીક સંસ્થા અને તમામ લોકો કે જેઓ આ આયોજનમાં તન-મન-ધનથી બહોળી સંખ્યામાં જોડાઈ અને રાજકોટ શહેરની તમામ હિન્દુપ્રેમી જનતા આ શોભાયાત્રામાં દર્શનનો લાભ લ્યે તેવી વિ.હિ.પ. રાજકોટ મહાનગરના અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલીયા તથા કાર્યકારી અધ્યક્ષ હસુભાઈ ચંદારાણા, કોષાધ્યક્ષ વિનુભાઈ ટીલાવત તથા સતયુગ રામજી ભગવાન મંદિર  ન્યાલ ભગત અન્નક્ષ્ોત્ર તથા રાધે શ્યામ ગૌશાળાના રાધેશ્યામ બાપુએ સૌને સાદર નિમંત્રણ પાઠવેલ છે, તેવું વિ.હિ.પ. ની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.