ડી-માર્ટના નામથી ડીસ્કાઉન્ટથી ફરતી થયેલી લીંકથી સાવધાન રહેવા રેન્જ સાયબર ક્રાઈમની અપીલ

સાયબર ગઠીયા સહકારી વેબસાઈટની નકલ કરી છેતરપિંડી કરતા હોય છે

હાલમાં સોશિયલ મીડિયામાં ડી-માર્ટ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરી ડિસ્કાઉન્ટ કુંપનનો દાવો કરતી લિંક વાયરલ થઇ રહી છે. જોકે આ લિંક વાસ્તવીક ન હોવાનુ સામે આવ્યું છે.  આ પ્રકારની લિંક ફાયદાની જગ્યાએ નુકશાન પહોચાડી શકે છે જેથી તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. પ્રાથમીક દ્રષ્ટીએ આ લીંક દ્વારા લોકોના નામ, મોબાઇલ નંબર સહીતની વીગતો ભેગી કરવાનું કાવતરૂ જોવા મળી રહ્યુ છે.

સાયબર ગઠીયાઓ દ્વારા આ પ્રકારની લીંક સોશીયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે. જેથી લાલચમાં આવીને લોકો લીંકમાં પોતાની વીગતો ભરે અને તેના દ્વારા ગઠિયાઓને લાભ મળે. કેટલાક સાયબર ગઠિયાઓ આબેહુબ સરકારી વેબસાઇટ જેવી વેબસાઇડ બનાવીને લોકો સાથે છેતરપીંડી કરતા હોય છે. જેથી જ્યા સુધી કોઇ સંસ્થા દ્વારા સતાવાર જાહેરાત કરવામા ન આવે ત્યાં સુધી લોકોએ આવી લીંકનો ઉપયોગ કરવો ન જોઇએ. આવા ઓનલાઇન ઠગોથી સાવધાન રહેવા રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

ઠગાઇથી બચવાના ઉપાયો

  • આવી કોઇ લીંક પર કાયારેય કલીક કરવુ નહી કે તેને ફોરવર્ડ કરવી નહી.
  • જો લીંક પર કલીક કરેલ હોય તો મોબાઇલ ફેકટરી રીસેટ કરવો.
  • સોશીયલ મીડીયામાં ઓટો ડાઉનલોડ ઓફ રાખવુ.
  • લાલચ આપતી તમામ ઓફરોથી દુર રહેવુ.
  • જરૂર ના હોય તો ડેટા કનેકશન પણ ઓફ રાખવુ જેથી ઝીરો કલીક એટેકથી બચી શકાય.