રંગીલા રાજકોટને વધુ એક યશ કલગી પ્રાપ્ત: શહેરને સતત ૪થી વખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા એવોર્ડ એનાયત  

One Planet City Challenge અંતર્ગત શહેરને નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા-૨૦૨૨ એવોર્ડ એનાયત

રાજકોટ શહેરે WWF (World Wide Fund for Nature)ના‘One.Planet.City.Challenge.(OPCC)’અંતર્ગત.ગ્લોબલ કક્ષાએ ફરી એકવખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા 2022નો ખિતાબ પ્રાપ્ત કરેલ છે.આ અગાઉ પણ રાજકોટ શહેર વર્ષ 2016, 2018 અને 2020માં નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયાનો ખિતાબ મેળવી ચૂકેલ છે. રાજકોટે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન (SDC) દ્વારા રાજકોટમાં ચાલી રહેલ CapaCITIES પ્રોજેક્ટ થકી આ ચેલેન્જમાં  ભાગ લીધો હતો. રાજકોટે આબોહવા પરિવર્તન સામે લડવા માટે તેની પહેલોમાં સ્થિરતાને એકીકૃત કરવા તરફ પ્રગતિશીલ પગલાં હાથ ધરવા માટે વ્યાપક અભિગમ દર્શાવ્યો હતો.

‘One Planet City Challenge (OPCC)’ એક ગ્લોબલ ઓપન પ્રતિ સ્પર્ધા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 400 થી વધુ શહેરોએ વોલેન્ટરીલી કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને આબોહવાની સ્થિતિસ્થાપકતામાં વધારો કરવા માટેના ધ્યેય સાથે ભાગ લીધેલ છે. આ પ્રતિસ્પર્ધામાં વર્ષ 2021-22 દરમ્યાન કુલ 50 દેશના 280થી વધુ શહેરોએ તેમના અર્બન એરિયાના વિવિધ સેક્ટર્સ, જેમકે એનર્જી, ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ, વેસ્ટ, વોટર તથા ડ્રેનેજને લગતા વિવિધ એમ્બિશિયસતથાઇનો વેટિવકલાઇમેટ એકશનને CDP-ICLEITrack નામ રિપોર્ટિંગ સિસ્ટમમાં રિપોર્ટ કરેલ હતા.

ત્યારબાદ ઇન્ટરનેશનલ કમિટી અને સેક્ટર નિષ્ણાતો દ્વારા દરેક શહેરના ડેટાની સમીક્ષા કરવામાં આવેલ અને દરેક દેશમાંથી એક “નેશનલ કેપિટલ”સિલેક્ટ કરવામાં આવેલ છે. ગ્લોબલ જુરી દ્વારા  ભારતના ત્રણ શહેરો; કોચી, સુરત અને રાજકોટની નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયાના ફાઇનાલિસ્ટ તરીકે સિલેક્શન કરવામાં આવેલ, જેમાંથી રાજકોટ શહેર ફરીવખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા 2022બનેલ છે. રાજકોટ શહેરની સતત ચોથી વખત “નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા”તરીકે પસંદગી થયેલ છે, જે રાજકોટ શહેર માટે ગર્વની બાબત છે.

ઇન્ટરનેશનલ કમિટીએ રાજકોટ શહેરને તેમના કાર્યો માટે પ્રશંસા આપી હતી અનેરા રાજકોટના વિવિધ ઓછા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને સંબંધિત પ્રોજેકટથી તેઓ પ્રભાવિત થયા હતા. રાજકોટની વિવિધ યોજનાઓ અને નક્કરકાર્યવાહી, જેમકે LED બેઝ સ્ટ્રીટલાઇટિંગ, ગ્રીડ-કનેક્ટેડ સોલારપાવર,પાણીની તંગીના જોખમોને ઓછુંકરવું, ડ્રેનેજના ગંદાપાણીનું શુદ્ધિકરણ અને શહેરમાં નોન-મોટરાઇઝ પરિવહન જેમકે સાયકલિંગને પ્રોત્શાહન માટે સબસિડી આપવી જેવા પ્રોજેક્ટ્સને મહત્વપૂર્ણ ગણીને ઇન્ટરનેશનલ કમિટી પ્રભાવિત થયેલ.

ઇન્ટરનેશનલ કમિટીએ જણાવેલકે રાજકોટ શહેરનું આયોજન સારી રીતે વિકસિત અને જવાબદાર છે. 2020માં OPCC જીત્યા બાદ રાજકોટના સ્કોરિંગમાં થયેલો વધારો પણ ચાલુ સુધારા માટે શહેરની પ્રતિબદ્ધતાનો પુરાવો આપે છે. જે માટે રાજકોટ શહેરની રાજકીય પ્રતિબદ્ધતાની પણ ખાસ નોંધ લેવામાં આવી હતી.

 

રાજકોટ શહેર SDC ફન્ડેડ CAPACITIES પ્રોજેક્ટના ભાગ રૂપે ક્લાઈમેટ ચેન્જની દિશામાં વિવિધ પ્રયત્નો કરી રહેલ છે. રાજકોટ શહેરે આ પ્રોજેક્ટ અંતર્ગત ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી એક્શન પ્લાન બનાવેલ છે જે મુજબ સતત નવા પ્રોજેક્ટ્સને અમલમાં લાવીને શહેરમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો થાય તે માટે પ્રયત્ન કરી રહેલ છે.