Abtak Media Google News

૧૧ મહિનાથી ચાલી રહેલ કોરોના મહામારી બાદ ધીરે ધીરે જનજીવન અને ઉઘોગ વ્યાપાર થાળે પડી રહ્યા છે. વેપાર ધંધો વિકસાવવા માટે અને ખાસ કરીને આયાત નિકાસનો વ્યાપાર પરદેશમાં વિકસાવવા માટે બિઝનેસ એકઝીબીશન મોટો ભાગ ભજવતું હોય છે. માકેટીંગ માટે વિદેશ જવાની બદલે આવા ફેરમાં ઘર આંગણે અલગ અલગ દેશના વ્યાપારીઓ આવી તમારી પ્રોડકટ પસંદ પડે તો ઓર્ડરસ આપતા હોય છે. મોટાભાગે આ પ્રકારે થતાં બિઝનેસ ટાઇ-અપ વર્ષો સુધી ચાલતા હોય છે.

સૌરાષ્ટ્ર વ્યાપાર ઉઘોગ મંડળ દ્વારા રાજકોટ ખાતે તા. ૧૯-૨૧ માર્ચના એસવીયુએમ ૨૦૨૧ ઇન્ટરનેશનલ ટ્રેડ શો એક મેગા સ્કેલ બિઝનેસ એકસ્પોનું આયોજન એન.એસ.આઇ.સી. ગ્રાઉન્ડ, આજી વસાહત ૮૦ ફુટ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા પ ડોમ ઉભા કરી આ ફેરનું ભવ્યાતિભવ્ય સેટ અપ થનાર છે. કોરોના ને લગતા તમામ સોશિયલ ડિસ્ટન્સ નોરમ્સના એસ.ઓ.પી. ફોલો કરવામાં આવશે. એનવીયુએમ દ્વારા છેલ્લા આઠ વર્ષથી દર વર્ષે આ ફેરનું આયોજન કરવામાં આવે છે. આ ફેરમાં મુખ્યત્વે આફ્રિકા અને યુરોપના દેશોમાંથી સૌથી વધુ બિઝનેસ ડેલીગેટસ આવનાર છે. આ પૈકી પ૩ વેપારીઓએ અત્યાર સુધીમાં એમ્બેસીને વિઝા એપ્લિકેશન પણ કરી દીધેલ છે. આ વેપારીઓ અમેરિકા, ઇગ્લેન્ડ, નાઇજીરીયા, સિંગાપુર, સુદાન, તાંઝાનિયા, કેન્યા, સેનેગલ, માલી, મલાવી, યુગાન્ડા, મડાગાસ્કર, ધાના, ટોગો, બુકિંના ફાસો, આઇવરી કોસ્ટ વગેરે દેશોમાં આવી રહેલ છે. દરેક વિદેશી વ્યાપારીઓ તા. ૧૯ અને ર૩ એમ પાંચ દિવસ સુધી રોકનાર છે. ત્રણ દિવસના ફરે પછી બે દિવસ તેઓ ફેકટરી વીઝીટ તથા પર્સનલ મીટીંગ ના આયોજન સાથે આવી રહેલ છે. બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમિશ્નર પણ આ કાર્યક્રમમાં રસ લઇ રહ્યા છે અને તેઓની ટીમ પણ ઇવેન્ટ દરમ્યાન મુલાકાત લેશે.

ગયા વર્ષે ના એકિસબિશનમાં વિદેશી અને ભારતીય વ્યાપારીઓએ બહોળી પ્રતિસાદ આપેલ, બ્રિટિશ હાઇ કમિશ્નર પણ કાર્યક્રમમાં હાજર રહેલ હાર્ડવેર આઇટમ, ઇન્ડસ્ટ્રીયલ ગુડસ, એલ.ઇ.ડી. લાઇટ, કોમ્પ્યુટર હાર્ડવેર, સોફટવેર, ખાદ્ય પદાર્થો, ટેકસટાઇલ, ખેતીના સાધનો ખેત પેદાશો, સિરામિક ટાલ્સ, મિકેનિકલ પ્રોડકટસ વગેરે અનેક વસ્તુઓમાં વ્યાપારી સંધિઓ અત્યાર સુધીમાં એચસવીયુએમ ના માઘ્યમથી શકય બનેલ છે.

એસવીયુએમ પાસે એક હજારથી વધુ વિદેશી વેપારીઓ નો ડેટાબેઝ છે જેઓ ભારત સાથે બિઝનેસ કરવા ઉત્સુક છે. તમામ સ્ટોલ હોલ્ડર્સ ને આ વિદેશી વેપારીઓ ના નંબર, ઇમેઇલ, એડ્રેસ વગેરે માહીતી સુપ્રત કરવામાં આવશે., જેના દ્વારા વેપારીઓ તેમનો સંપર્ક કરી શકે. વધુ માહીતી મેળવવા માટે મો. નં. ૯૪૨૬૨ ૫૪૬૧૧ ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.