Abtak Media Google News

નિતાબેન મેહતા

મરાઠા શાસિત ઝાંસીની રાણી અને 1857ના પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામની બીજી શહીદ વિરાંગના લક્ષ્મીબાઈ હતી. તેમણે માત્ર 29 વર્ષની ઉંમરે અંગ્રેજ સામ્રાજ્યની સેના સાથે યુદ્ધ કર્યું અને રણભૂમિમાં લડતા લડતા શહીદ થઈ ગઈ. કહેવાય છે કે તેના માથા ઉપર તલવારના ઘા કરવાથી તેનું મોત થયું.

રાણી લક્ષ્મીબાઈ નો જન્મ 19 નવેમ્બર 1828 નાં વારાણસી માં થયો હતો. તેનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું, પરંતુ પ્રેમથી બધા તેને મનુ કહેતા હતા. તેની માતાનું નામ ભાગીરથીબાઈ અને પિતાનું નામ મોરોપંત તાંબે હતું. મોરોપંત એક મરાઠી હતા અને તે મરાઠા બાજીરાવની સેનામાં હતા. માતા ભાગીરથીબાઈ નું મૃત્યુ થયું ત્યારે મનુ ખૂબ નાની હતી અને તેની દેખભાળ કરવાવાળું કોઈ ન હતું, તેથી તેના પિતા મનુને પોતાની સાથે પેશવા બાજીરાવ બીજા ના દરબારમાં લઈ જવા લાગ્યા.

980324 Rani Laxmi Bai

જ્યાં ચંચળ અને સુંદર મનુ ને બધા પ્રેમથી છબીલી કહીને બોલાવવા લાગ્યા. મનુએ બાળપણમાં શાસ્ત્રોની શિક્ષાની સાથે શસ્ત્રને શિક્ષા પણ લીધી. 1842 માં તેના લગ્ન ઝાંસીના મરાઠા શાસિત રાજા ગંગાધર રાવ નેવાલકર ની સાથે થયા અને તે ઝાંસીની રાણી બની ગઈ. લગ્ન પછી તેનું નામ લક્ષ્મીબાઈ રાખ્યું. સપ્ટેમ્બર 1851માં રાણી લક્ષ્મીબાઈ એ એક પુત્રને જન્મ દીધો. પરંતુ ચાર મહિના માં તેનો પુત્ર મૃત્યુ પામ્યો. 1853 માં રાજા ગંગાધર રાવ ની તબિયત બગડવાથી તેમણે દત્તક પુત્ર લેવાની સલાહ દીધી. પુત્ર ગોદ લીધા પછી 21 નવેમ્બર 1853 ના રાજા ગંગાધરાવનું મૃત્યુ થઈ ગયું. તેના દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખ્યું હતું.

ઝાંસીનું રાજ્ય હડપવા માટે બ્રિટિશ રાજ દ્વારા લક્ષ્મીબાઈને ખૂબ હેરાન કરવામાં આવી, તેના પરિણામ સ્વરૂપ રાણીએ ઝાંસીનો કિલ્લો છોડીને ઝાંસીના રાણી મહેલમાં જવું પડ્યું. તેમ છતાં રાણી લક્ષ્મીબાઈ હિંમત હારી નહીં અને ગમે તે ભોગે ઝાંસી રાજ્યની રક્ષા કરવાનો નિશ્ચય કર્યો.

ઝાંસી 1857 ના સંગ્રામ નું એક મુખ્ય કેન્દ્ર બની ગયું. જ્યાં હિંસા ભડકી ઉઠી. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની સુરક્ષા ને સુદ્રઢ કરવા માટે એક સ્વયંસેવક સેનાનું બંધારણ શરૂ કર્યું. આ સેનામાં મહિલાઓની ભરતી કરી અને તેને યુદ્ધની તાલીમ આપી. સાધારણ જનતાએ પણ આ સંગ્રામમાં મદદ કરી. 1857 ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પાડોશી રાજ્યોનાં રાજાઓને ઝાંસી પર આક્રમણ કર્યું. લક્ષ્મીબાઈએ સફળતાપૂર્વક તેને નિષ્ફળ કર્યું. 1858 ના જાન્યુઆરી મહિનામાં બ્રિટનની સેનાએ ઝાંસીની તરફ આગળ વધીને માર્ચ મહિના સુધીમાં શહેરને ઘેરી લીધું. બે અઠવાડિયાની લડાઈ પછી બ્રિટનની સેનાએ શહેર ઉપર કબજો જમાવ્યો. પરંતુ રાણી દામોદરરામની સાથે અંગ્રેજોથી બચીને ભાગવામાં સફળ થઈ. રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને તાત્યા ટોપે ને મળી. તાત્યા ટોપે અને રાણીની સંયુક્ત સેના એ ગ્વાલિયર ના વિદ્રોહી સૈનિકોની મદદથી ગ્વાલિયરના એક કિલ્લા પર કબજો જમાવ્યો. 18 જૂન 1858 ના ગ્વાલિયર ની પાસે કોટા માં બ્રિટનની સેનાની સાથે લડતા લડતા રાણી લક્ષ્મીબાઈ નું મૃત્યુ થયું. લડાઈ ના રિપોર્ટમાં બ્રિટનનાં જનરલ હ્યુરોજે ટિપ્પણી કરી કે રાણી લક્ષ્મીબાઈ પોતાની સુંદરતા, ચાલાકી અને દ્રઢતા માટે ઉલ્લેખનીય હતી, સાથે સાથે વિદ્રોહી નેતાઓમાં તે સૌથી વધારે ખતરનાક હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.