Abtak Media Google News

ખંઢેરીમાં રમાઇ રહેલા રણજી ટ્રોફીના બીજા મેચમાં ગુજરાતની ટીમ 388 રનમાં ઓલઆઉટ, કેરેલાનો સ્કોર 166/2

અબતક-રાજકોટ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રણજી ટ્રોફીના એલીટ-એ ગ્રુપના અલગ-અલગ બે મેચમાં આજે ગુજરાતની ટીમ 388 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. જેની સામે કેરેલાની ટીમે બે વિકેટ ગુમાવી 166 રન બનાવી લીધા છે. જ્યારે બીજા મેચમાં મેઘાલય સામે મધ્યપ્રદેશ મજબૂત સ્થિતિમાં આવી ગયુ છે.

આજે ગુજરાતની ટીમે બીજા દિવસે 334/6 ના સ્કોરેથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. જો કે, આખી ટીમ 388 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. જેના જવાબમાં કેરેલાની શરૂઆત પણ ખૂબ જ મજબૂત થવા પામી છે. કેરેલાની ટીમે બે વિકેટના ભોગે 166 રન બનાવી લીધા છે. જો કે, હજી કેરેલાની ટીમ 222 રન પાછળ ચાલી રહી છે. ખંઢેરી ખાતે રમાયેલી રહેલા અન્ય એક મેચના પ્રથમ દિવસે મેઘાલયની ટીમ માત્ર 61 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

પ્રથમ દિવસે મધ્યપ્રદેશે બે વિકેટના ભોગે 141 રન બનાવી લીધા હતા અને મહત્વપૂર્ણ 80 રન લીડ હાંસીલ કરી લીધી હતી. આજે બીજા દિવસે આ લખાઇ રહ્યુ છે ત્યારે મધ્યપ્રદેશે કેરેલા સામે ત્રણ વિકેટના ભોગે 286 રન બનાવી 225 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે. શુભમ શર્મા 111 રન બનાવ્યા હતા. જ્યારે રજત પાટીદાર 85 રન અને આદિત્ય શ્રીવાસ્તવ 20 રન સાથે દાવમાં છે.

રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ખંઢેરી સ્ટેડિયમ ખાતે રણજી મેચની જમાવટ થઈ છે.

જેમાં હાલ ગુજરાત અને કેરાલા વચ્ચે જંગ જામી છે તો બીજા ગ્રાઉન્ડ પર મધ્યપ્રદેશ અને મેઘાલય વચ્ચે બેટ અને બોલની જંગ જામી છે. હાલ મધ્યપ્રદેશના બોલર સામે મેઘાલય ઘુંટણીયે આવી ગયા હતા અને માત્ર 61 રનમાં તંબુ ભેગી થઈ હતી.

ચિરાગ જાનીની શાનદાર સદી

Chirag Jani Scaled

અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી રણજી ટ્રોફી એલીટ ગ્રુપ-ડીની ઓડિશા સામેની મેચમાં સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર ચિરાગ જાનીએ ગઇકાલે શાનદાર સદી ફટકાર્યા બાદ આજે પણ આક્રમક રમત જારી રાખી હતી. લંચ સુધીમાં સૌરાષ્ટ્રની ટીમે 6 વિકેટના ભોગે 399 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસે સુકાની જયદેવ ઉનડકટે ટોચ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો.

સૌરાષ્ટ્રની 3 વિકેટ માત્ર 84 રનમાં ધરાશાયી થઇ ગયા બાદ ચિરાગ જાનીએ શાનદાર સદી ફટકારી હતી. પ્રથમ દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રની ટીમે 4 વિકેટના ભોગે 325 રન બનાવ્યા હતા. ગઇકાલે 125 રન સાથે અણનમ રહેલા ચિરાગ જાનીએ આજે પણ ઓડિશાના બોલરોની ધોલાઇ કરવાનું ચાલુ રાખ્યુ હતું. લંચ સુધીમાં સૌરાષ્ટ્રે 6 વિકેટના ભોગે 399 રન બનાવી લીધા છે. ચિરાગ જાની 164 રન સાથે મેદાન છે. જ્યારે સુકાની જયદેવ ઉનડકટ 6 રન સાથે બેટીંગ કરી રહ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.