- ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 14 જાન્યુઆરી-2026ના રોજ રમાશે વન-ડે મેચ
રાજકોટમાં આગામી 14મી જાન્યુઆરી-2026 ના રોજ પતંગોત્સવ સાથે રનોત્સવની પણ રંગત જામશે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણીની બીજી વન-ડે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
રાજકોટમાં આગામી નવેમ્બર માસમાં સાઉથ આફ્રિકા-એ અને ભારત-એ ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાવાની છે ત્યાર બાદ નવા વર્ષના આરંભે એટલે કે 2026માં નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાશે સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોને વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની બેટીંગ નિહાળવવાનો મોકો મળશે.
ન્યુઝીલેન્ડની ટીમ જાન્યુઆરી 2026માં ભારતના પ્રવાસે આવી રહી છે. બન્ને ટીમો વચ્ચે ત્રણ ત્રણ વન-ડે મેચ રમાશે. શ્રેણીની પ્રથમ વન-ડે 11મી જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે રમાશે. જયારે બીજી વન-ડે 14મી જાન્યુઆરીના રોજ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે ત્રીજી અને આખરી વન-ડે ઇન્દોર ખાતે 18મી જાન્યુઆરીના રોજ રમાશે.
અત્રે ઉલ્લેખનીય આગામી નવેમ્બર- ડિસેમ્બર માસમાં વન-ડે, ટી-ર0 અને ટેસ્ટ મેચ રમવા માટે આવી રહી છે. નવેમ્બર માસમાં સાઉથ આફ્રિકા-એ અને ઇન્ડિયા-એ ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાવાના છે. ત્યારબાદ બે માસ પછી ફરી રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાશે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 14મી જાન્યુઆરીએ વન-ડે મેચ રમાશે.
ઉત્તરાયણના પર્વનું ગુજરાતમાં ખુબ જ મહત્વ રહેલું છે. આ દિવસની જોરદાર અને હોંશભેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ઉત્તરાયણના દિવસે જ રાજકોટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડેની ફાળવણી કરવામાં આવી હોય ક્રિકેટ રસિકોમાં થોડી નિરાશા પણ વ્યાપી થવા પામી છે.