સાઉથના પ્રસિદ્ધ ફિલ્મ ડિરેક્ટર સાથે કામ કરશે રણવીર સિંહ, જાણો ફિલ્મની વધુ વિગતો

0
42

રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત ફિલ્મોથી દર્શકોના દિલમાં એક અનોખું સ્થાન ઉભું કરનાર અભિનેતા રણવીર સિંહ અત્યારે ખુબ ચર્ચામાં છે. આ ચર્ચાઓ પાછળનું કારણ એ છે કે, દક્ષિણ ભારતના પ્રસિદ્ધ નિર્દેશક એસ. શંકરની ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે.

હિન્દીમાં બનતી ફિલ્મનું શીર્ષક હજી સુધી નક્કી નથી થયું. આ ફિલ્મ પેન-ઇન્ડિયાના બેનર હેઠળ બનવામાં આવશે.આ ફિલ્મનું શૂટ આગલા વર્ષની મધ્યમાં શરૂ થશે. આ વાતની જાણકારી રણવીર સિંહે ટ્વિટ કરી ને આપી હતી.


આ ફિલ્મ શંકરની 2005માં આવેલી સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ Anniyan(અપરિચિત)ની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં રણવીર સિંહ મલ્ટિપલ પર્સેનાલિટી ડિસઓડર બીમારીનો શિકાર હોય છે. જો તમે વિક્રમ અભિનીત ઓરિજિનલ ફિલ્મ જોય હોય તો તમને ખબર હશે કે તે આ બીમારીમાં ઘણા લોકોના ખુન કરી નાખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here