રણવીર સિંહની આ ફિલ્મ સંકટમાં, ડિરેક્ટર અને પ્રોડ્યૂસર વચ્ચે થયો વિવાદ

0
169

14 એપ્રિલના રોજ, એવી જાહેરાત કરવામાં આવી હતી કે, શંકર તેની 2005 માં આવેલી ફિલ્મ ‘Anniyan’ની હિન્દી રિમેક બનાવ જઇ રહ્યા છે. આ રિમેકમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પરંતુ આ જાહેરાતના થોડા દિવસો પછી તરત જ ‘Anniyan’ની રિમેકના રાઇટ્સને લઈ વિવાદોમાં ફસાઈ ગઈ છે.

 


‘Anniyan’ની રિમેકને લઈ ફિલ્મના નિર્માતા વી. રવિચંદ્રને ડિરેક્ટર શંકરને એક પત્ર લખ્યો હતો. પત્રમાં કહ્યું હતું કે, ‘Anniyan’ની રિમેક બનાવવાના હક તેમની પાસે છે, આવી સ્થિતિમાં શંકર તેમને પૂછ્યા વિના ફિલ્મની હિન્દી રિમેકની જાહેરાત કેવી રીતે કરી? તે ગેરકાયદેસર છે. ફિલ્મ ‘બોયઝ’ પછી શંકર મુશ્કેલીમાં મુકાયા ત્યારે હું તેમની મદદ માટે આગળ આવ્યો હતો, અને મેં શંકરને ‘Anniyan’ ડિરેક્ટ કરવાની તક આપી હતી. આ ફિલ્મથી શંકરને ખુબ ફાયદો થયો હતો. આ બધું ભૂલીને શંકર ગેરકાયદેસર રીતે આ ફિલ્મની રિમેક કેવી રીતે બનાવી શકે.

 


શંકરે નિર્માતા વી. રવિચંદ્રના પત્રનો યોગ્ય જવાબ આપતા લખ્યું છે કે, ‘રવિચંદ્રનના આ આરોપોથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ ફિલ્મની વાર્તા-પટકથા અને દિગ્દર્શન તેમને કરેલું છે. આ કામની ક્રેડિટ પણ ફિલ્મમાં આપેલી છે. તેથી,ફિલ્મની વાર્તા પર સંપૂર્ણ અધિકાર મારો છે. આ ફિલ્મથી રવિચંદ્રને ઘણો આર્થિક ફાયદો થયો હતો. હવે તે હિન્દી રિમેકથી વધુ પૈસા કમાવવાના ઈરાદાથી આ ફિલ્મની વચ્ચે અડચણ બની સામે આવ્યા છે.’

 


રવિચંદ્રન કહે છે કે, ‘તેણે આ ફિલ્મના રાઇટ્સ સુજાતા રંગરાજન પાસેથી ખરીદ્યા હતા.’ સુજાતાનું 2008 માં નિધન થઈ ગયું છે. તો ‘Anniyan’ ની વાર્તાના એકમાત્ર માલિક રવિચંદ્રન છે. બીજી તરફ, શંકર કહે છે કે ‘સુજાતાએ ફક્ત ફિલ્મના ડાયલોગ જ લખ્યા હતા. જેના માટે તેમને ક્રેડિટ અને રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ફિલ્મ પર સુજાતાનો આના સિવાય વધુ કોઈ હક નથી, તેથી આ ફિલ્મની વાર્તાનો સંપૂર્ણ અધિકાર મારી પાસે છે.’

સામાન્ય રીતે ફિલ્મના બધા રાઇટ્સ ફિલ્મના નિર્માતા પાસે હોય છે. જ્યાં સુધી તે રાઇટ્સ બીજા કોઈને ના વહેચે ત્યાં સુધી ફિલ્મ પર તેનો અધિકાર હોય છે. અમુક સમયે ફિલ્મના રાઇટ્સ બાબતે અલગ પ્રકારના કરાર થયા હોય, તો ત્યાં એ મુજબ ફિલ્મના અધિકારો નક્કી થાય. આખરે ડિરેક્ટ શંકર અને પ્રોડ્યૂસર રવિચંદ્રન વચ્ચે શું કરાર હતા તેના વિશે કોઈ માહિતી નથી. તેથી કેહવું મુશ્કેલ છે કે, આ ફિલ્મના રિમેક રાઇટ્સ બાબતે કોણ સાચું ને કોણ ખોટું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here