Abtak Media Google News
અબતક, રાજકોટ

સરધારના સ્વામિનારાયણ મંદિર જમીન વિવાદનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. કોર્ટમાં કરાયેલી ફરિયાદ અનુસાર ડો. બાબા સાહેબ આંબેડકર, અને ભગવાન બુદ્ધની પ્રતિમા સ્થાપિત કરી હતી તેમજ બુદ્ધ વિહાર બનાવ્યું હતું. ફરિયાદમાં આગળ જણાવ્યા મુજબ જમીનની બાજુમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર આવ્યું છે અને તે મંદિરના સાધુ જેવા કે, સ્વામી બાલ મુકુન્દ સ્વામી, પતિત પાવન સ્વામી, નિત્ય સ્વરૂપ દાસજી વગેરે આ જમીન પડાવી લેવા માંગે છે. વર્ષ ૨૦૧૯ માં આ સાધુઓએ આશરે પચાસેક માથાભારે શખ્સોને સાથે રાખી આ બિપીન મકવાણાનું આખું મકાન તોડી ફોડી નાખી તેમના માતાને જ્ઞાતિ આધારિત શબ્દો બોલી જાહેરમાં અપમાનિત કરી જગ્યા છોડી જવા ધમકી આપી મારી નાખવાની ધમકી આપતા

 પોલીસે કાર્યવાહી ન કરતા સ્વામિનારાયણ મંદિરના ૩ સાધુઓ સામે આઈપીસી અને એટ્રોસિટીની જુદી જુદી કલમો હેઠળ એફઆઈઆર નોંધવા સ્પેશ્યલ એટ્રો સિટી કોર્ટમાં ફરિયાદ થઈ

સરધાર સ્વામિનારાયણ મંદિરના ત્રણ સાધુઓ સામે રાજકોટ તાલુકાના સરધાર ગામે અનુસૂચિત જાતિના જીવાભાઈ દેશાભાઈ મકવાણાને સરકારે ૧૯૫૭ માં સરધાર ગામે ૪ એકર ૩ ગુંઠા જમીન ૩૦ વર્ષના ભાડાપટ્ટે ફાળવી હતી. ત્યારબાદ જીવાભાઈનું અવસાન થતા તેમના વારસદારો આ જમીનમાં ફળ અને ફૂલ છોડનો બગીચો બનાવી તેઓના કુટુંબનું ગુજરાન ચલાવતાં હતા. વર્ષો પછી નિયમોની અજ્ઞાનતા અને શરતચૂકના કારણે ભાડાપટ્ટો રિવ્યુ નહીં કરાવતા વર્ષ ૧૯૯૮ માં ખાલસા કરવાનો હુકમ કરાયો હતો, પરંતુ રેવન્યુ ખાતા તરફથી આ જમીનનો કબ્જો, જીવાભાઈના વારસદારો બિપીન બધાભાઈ મકવાણા વગેરે પાસેથી પરત લેવાની કોઇ કાર્યવાહી કરાઈ નહોતી. જેથી આ જમીન પર ફરિયાદી કાયદેસર કબ્જો ધરાવે છે.
આ જમીન ઉપર બગીચા સાથે બિપીનભાઈએ ડો. બાબા સાહેબ આંબેડકર, અને ભગવાન બુદ્ધની પ્રતિમા સ્થાપિત કરી હતી તેમજ બુદ્ધ વિહાર બનાવ્યું હતું. ફરિયાદમાં આગળ જણાવ્યા મુજબ જમીનની બાજુમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર આવ્યું છે. અને તે મંદિરના સાધુ જેવા કે, સ્વામી બાલ મુકુન્દ સ્વામી, પતિત પાવન સ્વામી, નિત્ય સ્વરૂપ દાસજી વગેરે આ જમીન પડાવી લેવા માંગે છે. વર્ષ ૨૦૧૯ માં આ સાધુઓએ આશરે પચાસેક માથાભારે શખ્સોને સાથે રાખી આ બિપીન મકવાણાનું આખું મકાન તોડી ફોડી નાખી તેમના માતાને જ્ઞાતિ આધારિત શબ્દો બોલી જાહેરમાં અપમાનિત કરી જગ્યા છોડી જવા ધમકી આપી મારી નાખવાની ધમકી આપતા તે અરસામાં બિપીનભાઈ બધાભાઈના માતા સવિતાબેન પોલીસમાં ફરિયાદ આપેલી પરંતુ પોલીસે કોઈ પગલાં લીધા નહોતા.
છેલ્લે ગઈ તારીખ ૩/૧૨/૨૦૨૧ ના રોજ રાત્રીના ૧૨:૦૦ વાગ્યા પછી સ્વામિનારાયણ મંદિરના સાધુઓ આશરે એકસો પચાસેક જેટલા માથાભારે માણસોને લઇ આવી બે જેસીબી , રોટાવેટર અને ટ્રેક્ટર લઈ આવેલા અને આ જમીનમાં આવેલ બુદ્ધ વંદના માટેનો રૂમ તોડી નાખેલ, ભગવાન બુદ્ધની નાના કદની પ્રતિમા, ડો. બાબા સાહેબ આંબેડકરના જુદા જુદા ફોટોગ્રાફ તેમજ ગેટ પર રાખેલ બેનર વિગેરે તોડી, જમીનમાં મગફળી, કપાસ તેમજ ઘઉંનું વાવેતર હતું તેના પર રોટાવેટર ફેરવી ઊભો તૈચાર પાક થયેલ તેની ચોરી કરી લઇ ગયેલ અને જમીન ઉજ્જડ કરી નાખી હતી. ડો. બાબા સાહેબ આંબેડકરના ફોટાઓ ભગવાન બુદ્ધના ફોટો ગ્રાફ્સ બંનેના કટ આઉટ અને પોસ્ટરો, બેનર, પ્રતિમા તોડી નાંખી આ બધી વસ્તુઓના અવશેષો ફરિયાદીએ સિંચાઈ માટે બનાવેલા કૂવામાં નાખી દઈ ઉપર માટી નાખી દીધી તેમજ સીસીટીવી તેમજ ડીવીઆર ચોરી કરી લઈ જઈ પુરાવાનો નાશ કર્યો હતો.
બોરમાં રાખેલ મોટર અને અન્ય સામાન સાધુઓ અને તેમની સાથેના લોકો ચોરી ગયા હતા. વધુમાં જણાવ્યું કે, આ અંગે પ્રથમ આજી ડેમ પોલીસ બાદ પોલીસ કમિશનરને ફરિયાદ માટે રજુઆત કરેલી પણ કોઈ પગલાં ન લેવાતા અંતે ફરિયાદી એ ગઈ તારીખ ૨૫/૦૧/૨૦૨૨ ના અરસામાં રાજકોટની એટ્રોસિટી એક્ટની સ્પેશિયલ કોર્ટમાં સીઆરપીસીની કલમ ૧૫૬ (૩) અનુસાર સરધાર સ્વામિનારાયણ મંદિરના આ ત્રણેય સાધુ અને આશરે ૧૫૦ માથાભારે શખ્સો વિરુદ્ધ સંબંધિત પોલીસ સ્ટેશન માં આઈપીસીની જુદી જુદી કલમો તેમજ એસસી, એસટી પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટની અલગ અલગ કલમો હેઠળ એફઆઈઆર થાય તેવી માંગ કરતી ફરિયાદ કોર્ટમાં દાખલ કરવામાં આવું છે. ફરિયાદી તરફથી ગુજરાત હાઈકોર્ટના વકીલ સુબોધ બી. પરમાર તથા રાજકોટના વકીલ રાજુ પટેલ રોકાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.