Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પ્રથમ તબકકાનું મતદાન આવતી કાલે છે. ત્યારે રાપર વિધાનસભા ની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપ રાણા તથા બોર્ડર રેન્જ IG જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ના માર્ગદર્શન હેઠળ રાપર વિધાનસભાની બેઠક પર સુરક્ષા તંત્ર અને ચુંટણી સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.

Screenshot 9 10

રાપર વિધાનસભા બેઠક માટે 293 બુથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં 85 ક્રિટિકલ બુથ તથા 208 સામાન્ય બુથ છે જેમાં છ કંપની કે જેમાં બીએસએફ રેપિડ એક્શન ફોર્સ સીઆરપીએફ ફરજ બજાવશે. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ભચાઉ DYSP સાગર સાંબડા ચાર રાપર PI વી. કે ગઢવી સીપીઆઇ જે. બી. બુબડીયા એસ. જી. ખાંભલા એન. સી ચૌધરી સહિત વીસ PSI 283 પોલીસ અને મહિલા પોલીસ કર્મચારીઓ. 379 હોમગાર્ડ અને જીઆરડી ને તૈનાત કરવામાં આવશે.

Screenshot 8 17

ચૂંટણી બુથોનું રાઉન્ડ ધ કલોક વીડિયો શુટિંગ હાથ ધરવામાં આવશે અને વોચ રાખવામાં આવશે. રાપર ભચાઉ, આડેસર, ગાગોદર, સામખીયારી, બાલાસર, ખડીર, ગઢડા સહિતના પોલીસ મથક હેઠળના વિસ્તારમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Screenshot 10 12

જિલ્લા કલેકટર દિલીપ રાણા અને ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્ય વંશી ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા મામલતદાર કે આર ચૌધરી ભચાઉ મામલતદાર જે એચ. પાણના સીધા માર્ગદર્શન હેઠળ 293 બુથ પર મતદાન પ્રક્રિયા માટે 1175 કર્મચારીઓ કે જેમા પ્રિસાંઇડીંગ ઓફિસર પોલીંગ ઓફીસર સહિત નો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.

Screenshot 6 26

મતદાન માટે 29 રુટ પર ઈવીએમ મશીન રવાના કરવામાં આવશે તો રાપરમાં સાત મહિલા બુથ બનાવવામાં આવ્યા છે. દિવ્યાંગ બુથ રાપર નજીકના પાલનપર ખાતે અને યુવા બુથ નિલપર ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ રાપર વિધાનસભાની બેઠક સંપન્ન કરવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.