રાશિ ભવિષ્ય: નવરાત્રીનો પહેલો દિવસ આ રાશિના જાતકો માટે રહશે શુભ

મેષ રાશિફળ (Aries):

ભવિષ્યની મોટી યોજનાઓ માટે આજથી પૈસા બચાવવાનું શરૂ કરો. નોકરીએ અધિકારીઓના કારણે લાભ થશે. નિષ્ણાતની સલાહ તમને યોગ્ય જગ્યાએ રોકાણ કરાવશે, જેનાથી આર્થિક લાભ મળશે. ઉપાય- ગાયને રોટલી ખવડાવો. ગ્રહનું ભ્રમણ આજે અનુકૂળ રહેશે. તમે દરેક પરિસ્થિતિમાં સંવાદિતા જાળવી રાખશો. કોઈ સંબંધી કે મિત્રને તેની સમસ્યાના ઉકેલમાં મદદ કરવાથી તમને આનંદ મળશે.પરિવારના સભ્યો સાથે સમય વિતાવીને તમે તાજગી અનુભવશો.

વૃષભ રાશિફળ (Taurus):

આજનો દિવસ આર્થિક મજબૂતી આપશે, આજે તમારા ફસાયેલા પૈસા પરત મળી શકે છે. બુદ્ધિપૂર્વક લીધેલા નિર્ણયો લાભ આપશે. ઉપાય- ભગવાન શિવને જળાભિષેક કરો. તમારા વ્યવહારમાં ભાવનાઓને યોગ્ય સ્થાન આપો. ચોક્કસ જ તમને કોઈ પોઝિટિવ અનુભૂતિ થશે. તમારું પોઝિટિવ વ્યક્તિત્વ તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવામાં મદદ કરશે.

મિથુન રાશિફળ (Gemini):

-આજનો દિવસ લાભદાયક રહેવાનો છે. તમને ફાયદો થશે. ભૌતિક સુખ-સુવિધાઓ પર ખર્ચ વધુ થશે. બજેટ બનાવશો તો ફાયદો થશે. ઉપાય- હનુમાનજીની આરતી કરો. જો આ સમયે કોઈ પ્રોપર્ટીને લગતું કામ અટવાયેલું છે તો તેને પૂર્ણ કરવા માટે સમય ઉત્તમ છે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત સુખ આપશે. ઘરના કોઈ સભ્યનો કોઈ ખાસ કામને લઈને લેવામાં આવેલ સંકલ્પ પૂર્ણ થશે.

કર્ક રાશિફળ (Cancer):

તમારા માટે આજનો દિવસ સારો નથી. જેથી મોટા નિર્ણયો લેવાથી બચો. આજે ઓનલાઈન ફ્રોડ થઈ શકે છે. ઓફિસમાં બધા પર વિશ્વાસ ન કરો. ઉપાય- ગરીબ વ્યક્તિને ભોજનનું દાન કરો. જો તમે તમારા ભવિષ્યને લગતી કોઈ કોશિશને શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો સમય અનુકૂળ છે. પરંતુ ભાવુકતાની જગ્યાએ ચતુરાઈથી કામ લેવું પરિસ્થિતિને તમારા અનુકૂળ કરશે.

સિંહ રાશિફળ (Leo):

આવક વધારવા માટે કરવામાં આવેલા પ્રયત્નો આજે સફળ રહેશે. આવકના સારા સ્ત્રોત મળવાથી ધનમાં વૃદ્ધિ થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. ઉપાય- હનુમાનજીની આરતી કરો. મહિલાઓ માટે આજનો દિવસ કોઈ ખાસ સફળતા આપનાર રહી શકે છે. તમે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર લાવવાની કોશિશ કરશો અને આ ફેરફાર તમારા માટે પોઝિટિવ રહેશે.

કન્યા રાશિફળ (Virgo):

આજે જ્ઞાનના કારણે લાભ થશે. ઓફિસમાં સહકર્મીઓ તમારો સાથ આપશે અને શુભ કાર્યો પાછળ ખર્ચ કરવાથી તમારી ખ્યાતિ વધશે. ઉપાય- સુંદરકાંડના પાઠ કરો. ગ્રહ ગોચર અનુકૂળ રહેશે. તમે તમારી કાર્ય કરવાની શૈલી અને વ્યવસ્થામાં યોગ્ય પરિવર્તન લાવવાની કોશિશ કરો, તેનાથી છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ તમારી પોઝિટિવિટી તથા સંતુલિત કાર્યપ્રણાલી દ્વારા ઉકેલાઈ જશે.

તુલા રાશિફળ (Libra):

આજે ખર્ચ વધશે અને આવક કરતા વધુ ખર્ચ કરવાની સ્થિતિ ઉભી થશે. તમને પારિવારિક ચિંતાઓ સતાવશે. કોઈ રોગ પર ખર્ચ થશે અને દિવસ પરેશાનીભર્યો રહેશે. ઉપાય- ગરીબ વ્યક્તિને લાલ ફળનું દાન કરો.  તમે તમારા કાર્યોને જેટલી તન્મયતા અને મહેનત સાથે કરશો, તેના પ્રમાણે તમને યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારી આસ્થા રહેશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

વ્યાપારીઓને આજે ફાયદાની ડિલ મળવાની સંભાવના છે. નોકરીયાત વ્યક્તિ માટે પણ પ્રમોશનની શક્યતા છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોને વધુ સારા વિકલ્પો મળશે. ઉપાય- કોઈ ગરીબ વ્યક્તિને ભોજનનું દાન કરો.  ખાસ કાર્યને લગતી યોજનાઓ આજે શરૂ થશે. લોકોની ચિંતા ન કરીને તમારી યોગ્યતા પ્રમાણે મન પ્રમાણે કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો. ચોક્કસ જ તમને સફળતા પ્રાપ્ત થશે.

 ધન રાશિફળ (Sagittarius):

આજે પૈતૃક સંપત્તિથી લાભ થશે. તમારે આજે પૂછ્યા વગર કોઈને સલાહ ન આપવી. તમારે પરિવારના સભ્યો સાથે ક્યાંક પિકનિક પર જવાનું થશે. ઉપાય- ગરીબ વ્યક્તિને લાલ ફળનું દાન કરો. પ્રોપર્ટી કે વાહન ખરીદવાને લગતો કોઈ વિચાર ચાલી રહ્યો છે, તો તેના ઉપર અમલ કરવાનો અનુકૂળ સમય છે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલાં થાકથી આરામ મેળવવા માટે થોડો સમય તમારા રસના કાર્યોમાં પણ પસાર કરો.

મકર રાશિફળ (Capricorn):

આજનો દિવસ લાભદાયક રહેવાનો છે. તમને ફાયદો થશે. ભૌતિક સુખ-સુવિધાઓ પર ખર્ચ વધુ થશે. બજેટ બનાવશો તો ફાયદો થશે. ઉપાય- હનુમાનજીની આરતી કરો. આજે તમને કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળશે, જેના ઉપર અમલ કરવો તમારા માટે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. છેલ્લી ભૂલોથી બોધપાઠ લઈને તમે તમારી દિનચર્યામાં યોગ્ય પરિવર્તન લાવશો.

કુંભ રાશિફળ (Aquarius):

આજે ભાગ્ય તમારો સાથ આપશે અને આજે તમારી સંપત્તિમાં વધારો થશે. અટકેલું પેમેન્ટ મળી શકે છે. આજે ઓફિસમાં તકરાર અને કોઈપણ પ્રકારના વિવાદથી બચવું જોઈએ. ઉપાય- સુંદરકાંડના પાઠ કરો.  થોડા અનુભવી લોકોના સાનિધ્યમાં તમને થોડા પોઝિટિવ અનુભવ શીખવા મળી શકે છે. પ્રોપર્ટીને લગતા કોઈપણ કામને પૂર્ણ કરવા માટે યોગ્ય સમય છે. યુવાઓ પોતાના ભવિષ્યને લગતી કોઈ યોજના સાકાર થવાથી સુકૂન અને પ્રસન્નતા રહેશે.

 મીન રાશિફળ (Pisces):

આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. રોકાણ કરવું વધુ સારું રહેશે. આજે તમને સંપત્તિની દ્રષ્ટિએ સારો નફો મળશે. ઓફિસમાં માન-સન્માન મળશે. ઉપાય- ગરીબ વ્યક્તિને લાલ ફળનું દાન કરો. ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારી યોજનાઓને પોઝિટિવ દિશા મળશે. એટલે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદી કે વેચાણનું કામ સંપન્ન થઈ શકે છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને પોતાના કોઈ કાર્યમાં આવી રહેલાં વિઘ્નનું સમાધાન મળશે.