Abtak Media Google News

2015ના ઐતિહાસિક ચાર્તુમાસ બાદ ગુરૂદેવના આગમન સાથે જીવરાજપાર્કના ચાણકય કોમ્યુનીટી હોલમાં જપ સાધના, પ્રવચનો મહા ધર્મલાભ

 

વર્ષ 2015માં સમગ્ર અમદાવાદના હજારો ભાવિકો વર્ષ 2015થી ધર્મભાવથી ભીંજવી દેનારું ઐતિહાસિક આરાધ્ય ચાતુર્માસ કરી જનારા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ ફરીને ભવ્ય જીવોને બોધ પમાડવા પધારી રહ્યાં છે ત્યારે એમનું અહોભાવથી સ્વાગત કરવા સમગ્ર અમદાવાદના ભાવિકો અનેરા આનંદ અને ઉત્સાહ સાથે આતુર બની રહ્યા છે. કચ્છની ધરા પર પુનડી ગામમાં જૈન ભાવિકોની સાથે ક્ષત્રિય, રબારી, ગોસ્વામી, મહેશ્વરી આદિ જ્ઞાતિના અનેક ભાવિકોને પણ પ્રભુના ધર્મથી ભાવિત કરી દેનારા યાદગાર ચાતુર્માસને પરિપૂર્ણ કરીને મુંબઈ તરફ પધારી રહેલાં પરમ ગુરુદેવ કચ્છ, સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રોની સ્પર્શના કરતાં કરતાં અમદાવાદને પાવન કરવા 16/12/2022ના મંગલ પદાર્પણ કરશે.

02 3

અમદાવાદમાં પરમ ગુરુદેવના મંગલ પદાર્પણ સાથે જ, તા. 18/12/2022 રવિવારે, સવારના 9:00 કલાકે અમદાવાદના જીવરાજ પાર્ક સ્થિત ચાણક્ય કમ્યુનિટી હોલમાં પરમ ગુરુદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની જપ સાધના તેમજ બોધ પ્રવચનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની અખંડ જપ સાધના કરીને એને સિદ્ધહસ્ત કરનારા પરમ ગુરુદેવના શ્રીમુખેથી આ સ્તોત્રના જપ સાધનામાં જોડાવા દેશ-વિદેશના હજારો ભાવિકો હંમેશા તત્પર બની રહેતાં હોય છે ત્યારે વર્ષ 2013માં અમદાવાદમાં યોજાયેલી આ જપ સાધનામાં તેમજ 2015ના ચાતુર્માસ દરમ્યાન હજારો ભાવિકો જોડાઈને ધન્ય બન્યા હતા. સાત વર્ષના લાંબા ગાળા બાદ હવે ફરીને પરમ ગુરુદેવના શ્રીમુખેથી આ સ્તોત્રની જપ સાધના અમદાવાદમાં યોજાઈ રહી છે, ત્યારે દરેક ધર્મપ્રેમી ભાવિકોને આ જપ સાધનામાં તેમજ બોધ પ્રવચનમાં પધારીને ધન્ય બનવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાવિકોને સમયસર આ અવસરે જોડાઈ જવાની તાકીદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.