Abtak Media Google News

એકી સાથે ૧૧૧૧૧૧ જૈનો સામુહિક સંવત્સરી પ્રતિક્રમણની આરાધના કરશે: ‘અબતક’ ચેનલ અને ડિજિટલ મીડિયામાં લાઈવ પ્રસારણ થશે

પવાર્ધિરાજ પયુષણનાં અંતિમ દિવસે એટલે કે તા.૨૨-૮ શનિવારના રોજ સાંજે ૬.૩૦ થી ૮.૩૦ દરમ્યાન વન જૈનનાં નેજા હેઠળ એક જ સમયે અને એક જ સાથે ૧,૧૧,૦૦૦ ભાવિકો ઓનલાઈન લાઈવ સંવત્સરી પ્રતિક્રમણની આરાધના કરી મિચ્છામી દુક્કડમનો નાદ ગુંજવશે. તેમજ જૈન જાગૃતિ સેન્ટર, જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટરનેશનલ ફેડરેશન સૌરાષ્ટ્ર રીજીયનનાં ૩૭ ગ્રુપો અને ૧૨ સંગિની ગ્રુપનાં મેમ્બરો તેમજ જૈનમ ગ્રુપનાં હજારો શ્રાવક-શ્રાવિકાઓ પણ જોડાશે.

આ આયોજન બદલ ‘અબતક’ના મેનેજિંગ એડિટર સતિષકુમાર મહેતા, રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનનાં પ્રમુખ પરેશભાઈ ગજેરા, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળા, રાષ્ટ્રીય ક્ષત્રિય સમાજનાં પ્રમુખ પી.ટી. જાડેજા, જોહર કાર્ડવાળા યુસુફભાઈ, બ્રહ્મસમાજ અગ્રણી દર્શિતભાઈ જાની, મોદી સ્કુલનાં રશ્મિકાંતભાઈ મોદી, રોયલ પાર્ક સ્થા. જૈન સંઘનાં પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ,  સૌરાષ્ટ્ર યુનિ.નાં સિન્ડીકેટ સભ્ય મેહુલભાઈ રૂપાણી, મનોહર પ્લોટ જૈન સંઘનાં પ્રમુખ ડોલરભાઈ કોઠારી, જૈન અગ્રણી અમિનેશભાઈ રૂપાણી, સોનમ કવાર્ટઝ-મોરબીનાં જયેશભાઈ શાહ, જાણીતા દાતા રાજુભાઈ કેસ્ટ્રોલએ વિડીયો સંદેશ દ્વારા શુભેચ્છા ઉપરાંત સ્થાનકવાસી જૈન મોટા સંઘનાં પ્રમુખ ઈશ્ર્વરભાઈ દોશી, શાલીભદ્ર સરદારનગર જૈન સંધનાં પ્રમુખ હરેશભાઈ વોરા, ગીતગુર્જરી જૈન સંઘનાં પ્રમુખ શિરીષભાઈ બાટવીયા, ગોંડલ રોડ વેસ્ટનાં કિરીટભાઈ શેઠ, જાણીતા દાતા જીતુભાઈ બેનાણી, મુકેશભાઈ શેઠ, નિતિનભાઈ કામદાર, મોર્ડન ગ્રુપનાં મુકેશભાઈ દોશી, જસ્ટ ઈન ટાઈમનાં રાજુભાઈ છેડા, જાણીતા ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, વિરેશભાઈ ગોડા, એન્ટી કરપ્શન બ્યુરોનાં હિમાંશુભાઈ દોશી, જેએસજીઆઈએફ-સૌરાષ્ટ્ર રીજીયનનાં ચેરમેન મનિષભાઈ દોશી, રાજકોટ નાગરિક બેન્કનાં ચેરમેન નલિનભાઈ વસા તેમજ પૂર્વ ચેરમેન જ્યોતિન્દ્રભાઈ મહેતા અને કલ્પકભાઈ મણીયાર ઉપરાંત જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘનાં પ્રમુખ દિનેશભાઈ પારેખ, વૈયાવચ્ચ પ્રેમીશ્રી દિલીપભાઈ વસાએ શુભેચ્છા પાઠવેલ છે.

આ સંવત્સરી પ્રતિક્રમણનું લાઈવ પ્રસારણ તા.૨૨-૮-૨૦૨૦ ને શનિવારના રોજ સાંજે ૬.૩૦ થી ૮.૩૦ દરમ્યાન જીટીપીએલ ભકિત, આસ્થા ભજન, સોહમ, સંસ્કાર, પારસ ટીવી, ‘અબતક’ ચેનલ તેમજ ફેસબુક, વનજૈન વેબસાઈટ, ઝુમ એપ, પારસધામની વેબસાઈટ, યુ ટયુબ દ્વારા કરવામાં આવનાર છે. તો વધુ ને વધુ સાધર્મિકો જોડાય તેવો ટીમ જૈનમ્ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

ઓનલાઈન પ્રતિક્રમણમાં જોડાવવા માટે ૦૭૯-૪૮૦૫૯૯૯૦ ઉ૫ર મિસકોલ કરી રજીસ્ટ્રેશનની લીંકનો મેસેજ મેળવી રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

આ કાર્યક્રમ અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

વિદેશમાં પણ ‘અબતક’ ચેનલથી પ્રસારણ

‘અબતક’ ચેનલના માધ્યમથી વિદેશમાં વસતા જૈનો પણ કાર્યક્રમનો લ્હાવો માણી શકશે. વર્તમાન સમયે ‘અબતક’ ચેનલનું પ્રસારણ નેધરલેન્ડ, બેલ્જીયમ, જર્મની, યુ.કે., આર્યલેન્ડ, ડેનમાર્ક, ઈટાલી, હંગેરી, સ્લોવાકીયા, પોલેન્ડ, સ્પેન, ગ્રીસ અને તુર્કીના કેટલાક વિસ્તારોમાં થઇ રહ્યું છે. આ તમામ દેશના લોકો કાર્યક્રમનું લાઇવ પ્રસારણ માણી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.