Abtak Media Google News

રસીયો રૂપાળો હવે બિલ ભરવાના બદલે મારામારી પર ઉતર્યો હોય તેવા બનાવો બનવા પામ્યા છે.ત્યારે થોડા દિવસ પહેલાં જ પીજીવીસીએલના કર્મચારી પર હુમલો થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી છે જેમાં કુંકાવાવ PGVCLના કર્મી પર વિજબીલની રિકવરી કરવા જતા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના બગસરા જીલ્લાના કુંકાવાવની છે જ્યાં ફરિયાદી સંજયભાઈ લાખાભાઈ ચૌહાણ PGVCL સબ ડીવીઝન કચેરી મા ઇલે.આસી. તરીકે નોકરી કરે છે ત્યારે વીજ બીલ રીકવરી કરવા અમરાપુર ગામે પ્રતાપભાઇ મેરામભાઇ વાળાના ઘરે વીજ ગયા હતા ત્યારે આરોપીએ પ્રતાપભાઈ મેરામભાઈ વાળાએ બેફામ ગાળો ભાંડીને બે લાફા મારીને વીજ કર્મીનો ફરજમાં રુકાવટ બદલ વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે.

 

થોડા દિવસ પહેલા રાજકોટમાં થયો હતો PGVCLના કર્મી પર હુમલો

રાજકોટ જિલ્લામાં વધુ એક બનાવ બનવા પામ્યો છે.જેમાં વીજગ્રાહકે વીજમીટર ઉતારવા ગયેલા નાયબ ઈજનેરનો કાંઠલો પકડી ગ્રાહકે જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના ફરજ માં રૂપાવટી કરતા ગ્રાહક વિરુદ્ધ આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.