Abtak Media Google News

સવારે 7:30 વાગ્યે મંગળા આરતી-પુજન બાદ મહાનુભાવોની
ઉપસ્થિતિમાં રથયાત્રાનો પ્રારંભ થશે

રાજકોટમાં છેલ્લા 13 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આ વખતે કોરોનાનું ગ્રહણ લાગતા સરકાર ગાઇડ લાઇન હેઠળ રથયાત્રાનો રૂટ ટુંકાવાયો છે. અષાઢી બીજના રોજ કૈલાસધામ આશ્રમ જગન્નાથ મંદિર ખાતેથી નીકળનારી આ 14મી રથયાત્રાનો સવારે 7.30 વાગ્યે મંગળા આરતી તથા પુજન બાદ રાજકોટના ઠાકોરસાહેબજી માંધાતાસિંહજી જાડેજા, મેયર પ્રદીપભાઇ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, નાનામૈવા ગામના અગ્રણીઓ, વોર્ડ નં. 1રના કોર્પોરેટરો વિશ્ર્વ હિન્દુ પરીષદના અગ્રણીઓ, વિવિધક્ષેત્રના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવા, જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુ. કમિશ્નર અમિત અરોરા વગેરેની ઉ5સ્થિતિમાં 8.30 કલાકે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે.

નીજ મંદિરથી નીકળી મોકાજી સર્કલ, સયાજી હોટલ,રાજહંસ પાર્ટી પ્લોટ, શાસ્ત્રી નગર ગેઇટ, નાનામૌવા રોડ, આર્શીવાદ મંડપ સર્વીસ થઇ 10.30 કલાકે રથયાત્રા મંદિરે પરત ફરશે. જયાં આખો દિવસ ધર્મપ્રેમી જનતા દર્શનનો લાભ લઇ શકશે. ભાવિકોએ વર્તમાન પરિસ્થિતિને ઘ્યાનેલઇ સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન  કરવાનું રહેશે. તેમજ માસ્ક પહેરીને જ દર્શન કરી શકાશે.

આ વર્ષે મામેરાના યજમાન એસ. તિર્થવાણી છે. તેના દ્વારા ભગવાન જગન્નાથજી, બહેનશ્રી સુભદ્રવાજી અને ભાઇશ્રી બલરામજીના વાઘા, શુંગાર, સંતો-મહંતોની પહેરામણી વિગેરે ચીજવસ્તુઓ મામેરામાં આપવામાં આવશે. મામેરા વિધી નીજ મંદિરમાં જ કરવામાં આવશે. તેમ મંદિરના મહંત ત્યાગી મોહનદાસજી ગુરુ રામકિશોરદાસજીની એક યાદીમાં જણાવ્યું છે.

જગન્નાથ રથયાત્રા રૂટ પર પોલીસ કમિશનરે કર્યું ફૂટ પેટ્રોલિંગ

Dsc 5850

આગામી 12મી જુલાઈ અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરમાં પણ સંત-મહંત સહિત પોલીસ અધિકારીઓ પણ ખડે પગે સુરક્ષામાં અડગ ઉભા રહ્યા છે. રાજકોટમાં આગામી 12મી જુલાઈ અષાઢી બીજ પર ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે સરકારે લીલીઝંડી આપી છે.

જેથી ભગવાન જાગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાઈ તે હેતુસર રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર અહેમદ,ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા આજરોજ રથયાત્રાના બંદોબસ્તનું નિરીક્ષણ, રથયાત્રાના નવા રૂટનું નિરીક્ષણ કરી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ખોડિયાર મંદિર કૈલાસધામ આશ્રમ ખાતે ભગવાન જગન્નાથજી મંદિરે દર્શન કરી, સંતો-મહંતોને મળી રથયાત્રા વિશે, રૂટ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.