સુત્રાપાડા નજીક રેશનીંગનો જથ્થો કાળાબજારમાં ધકેલવાના કૌભાંડનો પર્દાફાશ

ગરીબોને અપાતું અનાજ બારોબાર પગ કરી જાય તે પૂર્વે  પોલીસ ત્રાટકી: ઘઉં અને તુવેરદાળના કટા સીઝ

ગીર-સોમનાથ જીલ્લામાં ચાલતા સરકાર શ્રી તરફથી અપાતા ગરીબ પ્રજાજન નો રેશનિંગ ના માલનુ મસમોટુ કૌંભાડ. સુત્રાપાડા પોલીસ ગરીબોને રાશનિંગમાં મળતું સસ્તા ભાવના અનાજના ગોરખધંધાનો પર્દોફાશ કર્યો.બિન કાયદેસર રીતે હરણસા ગામેથી લોઢવા ગામે ટ્રેકટર દ્વારા ગરીબોને રાશનિંગનમાં મળતો સસ્તા ભાવનો અનાજનો જથ્થો કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ વગર મળી આવતા આ ટ્રેકટરની અટક કરી સુત્રાપાડા પોલીસ સ્ટેશને લઈ આવી તપાસ કરતાં ટ્રેકટરમાંથી 96 ગુણ ચોખા અને 8 બાચકા તુવેર દાળ આ તમામ મુદ્દામાલ સરકારી અનાજ હોવાનું માલુમ પડતાં આ તમામ મુદ્દામાલનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુત્રાપાડા અને કોડીનાર માંથી રેશનિંગ નો માલ પકડાયો તો પકડાયેલ આરોપી ને વધુ પુછતાછ કરવામાં કે આ રેશનિંગ નો બેનંબરી જથ્થો ક્યાંથી આવ્યુ અને કોને દેવાનો હતો તે તપાસવાનો વિષય છે તોજ સાચ્ચા શૈતાનો ની ટોલકી નો પર્દોફાશ તેવી લોકોની માંગણી ઉઠી છે.તેમજ ગીર-સોમનાથ જીલ્લાના કોડીનાર મા વાડી વિસ્તાર એરીયા અને કોહીનુર ટી સ્ટોલ ની પાસે સામાકાંઠે સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામના યાર્ડ પાસે ઘંટીયા ની પાસે ગોડાઉન માં અને લોઢવા તેમજ ખુલ્લેઆમ વહાનોમાં અને ૠઉં.12 સીરીજ ના ટ્રકો માં ગાંધીધામ પોહચાડવામાં આવે છે