Abtak Media Google News

અસત્ય પર સત્યનો વિજય થયાના અવસરને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમા વિજયા દશમીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વરા ગુજરાતના સૌથી મોટા ૬૦ ફુટ ઉંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.

Img 1607

રાવણ સાથે મેધનાથ તથા કુંભકર્ણના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. રાવળ દહન નિહાળવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડયા હતા. રેસકોર્સનું મેદાન જયશ્રી રામના ગગન ભૈદી નાર સાથે ગુંજી ઉઠયું હતું.

Vlcsnap 2019 10 09 11H15M18S762

રાવણદહનમાં આતશબાજી અને લેશર-શો  બાળકોને કરે છે આકર્ષિત: નિતીશ કથીરીયા

Vlcsnap 2019 10 09 11H56M25S247

નિતીશભાઈ કથીરીયા (મહામંત્રી વિશ્ર્વ હિન્દુ પરિષદ)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી રાજકોટ ખાતે અસત્ય પર સત્યના વિજય સમાવિજયા દશમીના પર્વ નિમિતે ભવ્યાતી ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં લગભગ રાજકોટ શહેરની તમામ જનતા ઉપસ્થિત રહે છે. તેમા નાના બાળકોથી લઈને મોટી ઉમરના વયોવૃધ્ધ તમામ તેમાં સહભાગી થાય છે. ખૂબજ મોટી આતશબાજી કરી અને આ વખતે ખાસ કરીને બાળકોના આકર્ષણ સમા લેસર શોનું પણ આયોજન કરી વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ ઉજવવામાં ત્યારે સમસ્ત જનતાનો આભાર માનીયે છીએ.આખુ રેસકોર્ષનું ગ્રાઉન્ડ ભરેલુ હોય તેમની વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સ્ટાફનો પણ આભાર માનીએ છીએ.સાથોસાથ સસ્ત્ર પૂજનનું પણ આયોજન દશેરા નિમિતે કરવામાં આવ્યું હતુ તેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અને આવતા વર્ષે પણ અવનવા શસ્ત્રો સાથે પૂજન ગોઠવવામાં આવશે તેનો લાભ જાહેર જનતા લ્યે તેવી પણ આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.