Abtak Media Google News

રાજકોટમાં ગઇકાલે સવારે સૂરજ અને ચંદ્ર એક સાથે હોવાનો અનોખો આહલાદક નજારો જોવા મળ્યો હતો. એક સમય હતો જયારે બ્રિટનનો સૂરજ આથમતો ન હતો હવે તેવી જ રીતે રાજકોટનો સૂરજ પણ સદાય ઉદયમાં જ રહેવા લાગ્યો છે. શહેરનો વિકાસ દિન પ્રતિદિન હરણફાળ ભરી રહ્યો છે. શહેર માટે દિન દોગુના તો રાત ચોગુની બની છે. આ જોઇને દરેકના મનમાંથી એક ઉદગાર તો ઉટે જ કે ‘જબતક સુરજ ચાંદ રહેગા રાજકોટ તેરા નામ રહેગા.’

રાજકોટમાં સુરજ પોતાનો ડેરો નાખે છે અને ચંદ્ર પણ પોતાની શીતળતા પાથરે છે આ બંન્ને ઘટના એક સાથે સર્જાઇ છે. આ ઘટના વર્ણવે છે રાજકોટનો દિવસ મોજીલો તો રાત પણ રળીયામણી હોય છે.

દિવસનાં શોરબકોર કરતુ શહેર રાતનાં પણ રંગીલુ જ રહે છે. રાતના સમયે જોકરના ગાઠીયાની મોજ, ચાની ચુસ્કી અને શીયાળામાં પણ આઇસ્ક્રીમનો ચટાકો માણવા શહેરીજનો તલપાપડ હોય છે. જોકે હાલ રાજકોટની રંગીલી રાતને કોરોનાનું ગ્રહણ લાગી પડયુ હોય રાત સુમસામ બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.