પત્રકાર સોસાયટીમાં વ્હોરા વેપારીના બંગલામાંથી ૩૭ લાખની ચોરી

સાતમ-આઠમની રજામાં વેપારી બે પુત્રો સાથે સહપરિવાર ઉદેપુર રાજસ્થાન ફરવા ગયો હતો

૧૪ લાખના સોનાના દાગીના અને ર૩ લાખની રોકડ રકમ તસ્કરો ઉઠાવી ગયા

 

અબતક, રાજકોટ

કોરોના કાળમાં શહેરના રાજમાર્ગો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઇ કર્ફુય ભંગ કરતા શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં પાવરધી શહેર પોલીસ તંત્રને રાત્રીના નિકળતા નિશાચરો નજરે નથી પડતા જેમાં સાતમ આઠમના તહેવાર પર સહપરિવાર ઉદેપુર ફરવા ગયેલા વ્હોરા વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી પોલીસ તંત્રના નાક નીચેથી ર૩ લાખની રોકડ અને ૧૪ લાખના દાગીના મળી ૩૭ લાખની માલમતા ઉસેડી ગયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસ તંત્ર ધંધે લાગી ગયું છે.

આ ઘટના અંગેની જાણવા મળતી સીલસીલાબંધ વિગતો મુજબ એરપોર્ટ રોડ પત્રકાર સોસાયટી શેરી નં. ર-૧ ના ખુણે રહેતા જાણીતા કેમીકલના વેપારી મોહસીન નજરઅલી પટેલ (ઉ.વ.૬૬) નામના વ્હોરા વેપારીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે શાપર-વેરાવળમાં પ્લાસ્ટીકના દાણા અને કેમીકલની ફેકટરી ધરાવતા અને ૧પ૦ ફુટ રીંગ રોડ અયોઘ્યા ચોકમાં આવેલ ટાઇમ સ્કેવર બિલ્ડીંગમાં ઓફીસ ધરાવતા વેપારી મોહસીનભાઇ તેમના પત્ની બે પુત્રો સોહીલ અને અકીલ તેમજ બન્ને પુત્રવધુ અને બાળકો સાથે સાતમ-આઠમ  ની રજા હોય સહ પરિવાર બંગલાને તાળા મારી શનિવારે ઉદેપુર-રાજસ્થાન ફરવા ગયા હતા.

ગઇકાલે મોડીરાત્રે વ્હોરા પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે તેમની આંખો ચાર થઇ ગઇ હતી અને મુસાફરોનો થાનક ઓસરી ગયો હતો. અને કબાટ તેમજ ડ્રોઅરના લોક તુટેલા પડયા હતા.

ડોગ સ્કવોર્ડ રેલવેના પાટા પર જઇ અટકી ગયો: સી.સી.ટી.વી. કુટેજના આધારે પોલીસ તપાસ તેજ