Abtak Media Google News

બીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે પ૩મી ઓવરમાં ક‚ણારત્ને તરફ ખોટી રીતે બોલ થ્રો કરવાના આરોપમાં કરાયો દંડ

બીજી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા રવિન્દ્ર જાડેજાને નિયમોનો ભંગ કરવા બદલ પાલ્લેકેલ ટેસ્ટ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ત્રીજા દિવસે પ૩મી ઓવરમાં ક‚ણારત્ને તરફ ખોટી રીતે બોલ થ્રો કરવાનો જાડેજા પર આરોપ મુકાયો છે. આ થ્રોને જોખમી માની જાડેજાના ફરેપ્લે પોઇન્ટસમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આઇસીસીના નિયમ અનુસાર છેલ્લા બે વર્ષમાં જાડેજાને બે ડીમેરીટ પોઇન્ટ  મળ્યા છે. આજ કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ભારત વિરુઘ્ધ બીજી ટેસ્ટ મેચમાં ફોલોઓન બાદ શ્રીલંકા ૩૮૬ રન બનાવી ઓલ આઉટ થયું હતું. ભારતે ઇનીગ અને પ૩ રનથી જીત મેળવી શ્રેણી જીતી લીધી છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ પ વિકેટ લીધી હતી. અશ્ર્વિને બે, હાર્દિક પંડયાએ બે, અને ઉમેશ યાદવે એક વિકેટ મેળવી હતી.

અશ્ર્વીનની ઓવારમાં રપ રને રમી રહેલા ક‚ણારત્ને રહાણેને કેચ આપી દીધછ હતો. રહાણએ સફળતાપૂર્વક આ મોકો ઝડપીને કેચ કરીને ક‚ણારત્નેને પેવેલીન તરફ ધકેલ્યો હતો. આજ ક‚ણારત્ને તરફ ખોટી રીતે બોલ થ્રો કરવાના આરોપમાં રવિન્દ્ર જાડેજાને પાલ્લેકેલે ટેસ્ટ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.