Abtak Media Google News

આઈપીએલમાં ચેન્નઈ સતત બીજી વખત હારનો સામનો કર્યો

આઈપીએલ ૨૦૧૯ની ૩૯મી મેચમા ચેન્નઈ સુપરકિંગ્સે ટોસ જીતી બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નઈએ ટીમમાં ૨ ફેરફાર કર્યો હતો. જેમાં સેમ વિલિંગ્સ અને કર્ણ શર્માની જગ્યાએ ધોની અને ડવેન બ્રાવો રમ્યા હતા. જયારે બેંગ્લોરે પણ તેમની ટીમમાં ૨ ફેરફાર કર્યા હતા. જેમાં એ.બી. ડિવિલીયર્સ અને ઉમેશ યાદવ હેનરીક કલાસેન અને મોહમ્મદ સિરાજની જગ્યાએ રમ્યા હતા.

જેમાં બેંગ્લોરે ૨૦ ઓવરના અંતે ૭ વિકેટ ગુમાવી ૧૬૧ રન કર્યા હતા. જેમાં બેંગ્લોર માટે પાર્થિવ પટેલે ૩૭ બોલમાં ૪ છગ્ગા અને ૨ ચોકકાની મદદથી ૫૩ રન કર્યા હતા તેના સિવાય મોઈન અલીએ ૨૬, એબી ડીવીલીયર્સે ૨૫ અને અક્ષદીપ નાથે ૨૪ રનનુ યોગદાન આપ્યું હતુ. ચેન્નઈ તરફથી ડવેન બ્રાવો, દિપક ચહર અને રવિન્દ્ર જાડેજાએ ૨ ૨ વિકેટ ઝડપી હતી.

જયારે ચેન્નઈ સુપરકિંગ્સ ૧૬૨ રનનો પીછો કરતા તેને ૧૫ ઓવરનાં અંતે ૫ વિકેટ ગુમાવી ૯૨ન નોંધાવ્યા હતા. ત્યારે એક સમય એવું પણ લાગી રહ્યું હતુ કે ચેન્નઈ મેચ હારી જશે પણ મહેન્દ્રસિંહ ધોનીની સુઝબુઝ ભરી રમતથી તેને ચેન્નઈને એ સ્થિતિમાં મૂકી દીધું જયાં બેંગ્લોરની હાર નિશ્ર્ચિત થઈ હતી ત્યારે જ ૧ બોલમાં ટીમને ૨ રનની જરૂર હતી યારે શાર્દુલની ધીમી દોડના કારણે તે રન આઉટમાં પાર્થિવ પટેલનો શિકાર બન્યા હતા.

ધોનીએ છેલ્લા ૧૫ બોલમાં જે રીતે વિસ્ફોટક રમત રમી હતી તે જોતા તેને એક સમયે બેંગ્લોર પાસેથી મેચ છીનવી લીધો હોઈ તેમ લાગ્યું હતુ પરંતુ પાર્થિવ પટેલ દ્વારા કરવામાં આવેલ રન આઉટનાં પગલે બેંગ્લોરનો ૧રને વિજય પ્રાપ્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.