Abtak Media Google News

હૈદરાબાદના ક્લાસનની સદી એળે ગઈ, હૈદરાબાદની પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફળીવળ્યું 

બેંગલોરે ટોસ જીતીને હૈરાબાદને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. હૈદરાબાદની ઓપનિંગ જોડી વધારે કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. અભિષેક શર્મા 11 અને રાહુલ ત્રિપાઠી 15 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન એડન માર્કરામ 18 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. જોકે, વિકેટકીપર બેટર હેનરિક ક્લાસેનની તોફાની બેટિંગ હૈદરાબાદની ઈનિંગ્સનું મુખ્ય આકર્ષણ રહી હતી. ક્લાસેને 51 બોલનો સામનો કર્યો હતો જેમાં તેણે આઠ ચોગ્ગા અને છ સિક્સરની મદદથી 104 રનની તાબડતોબ ઈનિંગ્સ રમી હતી. બેંગલોર માટે બ્રાસવેલે બે તથા સિરાજ, શાહબાઝ અહેમદ અને હર્ષલ પટેલે એક-એક વિકેટ ઝડપી હતી. 186 રન ફટકારી બેંગ્લોરને જીતવા 187 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

187 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગલોરની ટીમ માટે વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસની જોડીએ તોફાની બેટિંગ કરી હતી. આ જોડીએ શરૂઆતથી આક્રમક વલણ અપનાવ્યું હતું અને હૈદરાબાદના બોલર્સની ધોલાઈ કરી હતી. કોહલી અને ડુપ્લેસિસે 17.5 ઓવરમાં 172 રનની ભાગીદારી નોંધાવી હતી. કોહલીએ 63 બોલમાં 12 ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 100 રન ફટકાર્યા હતા. જ્યારે ડુપ્લેસિસે 47 બોલમાં 71 રન ફટકાર્યા હતા જેમાં સાત ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. હૈદરાબાદ માટે ભુવનેશ્વર કુમાર અને નટરાજને એક-એક વિકેટ ઝડપી હતી. સટ્ટા સટી ભરેલા કિલર મેચમાં સનરાઈઝનો અર્થ કરી આરસીબીએ વિરાટ જીત મેળવી હતી અને પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવન રાખી છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં યુનિવર્સ બોસનો સદીનો રેકોર્ડ બરોબર કર્યો, 6 સદી ફટકારી 

વિરાટ કોહલીએ હૈદરાબાદ સામે 63 બોલમાં 12 ચોગ્ગા અને ચાર સિક્સર સાથે 100 રનની ઈનિંગ્સ રમી હતી. આઈપીએલમાં આ કોહલીની છઠ્ઠી સદી છે. આ સાથે તેણે ક્રિસ ગેઈલના આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ ઉપરાંત કોહલીએ અલગ-અલગ છ આઈપીએલ સિઝનમાં 500થી વધુ રન ફટકારવાના ડેવિડ વોર્નરના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.