ગ્રામીણ સ્વરોજગારી માટે આરસીટી બન્યું આશીર્વાદરૂપ

અબતકની મુલાકાતમાંએસબીઆઇ આરસીટી રાજકોટની સ્વરોજગાર પ્રવૃત્તિ અંગે આયોજકોએ આપી વિસ્તૃત માહિતી

જબશ આરએસસી રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લાના ગામડાના બહેનો માટે સ્વરોજગારીની ટ્રેનિંગ અંગેનું મહા અભિયાન ચલાવવામાં આવે છે અબ તકની મુલાકાતમાં આરસીટીના સંચાલક જીગ્નેશભાઈ ગોસ્વામી કિરીટભાઈ ચુડાસમા ગોરીબેન વાઘેલા રસીલાબેન વાઘેલા સેજલબેન કટારીયા આરતીબેન મકવાણા નીરૂબેન ચૌહાણ ગીતાબેન ચાવડા નીતાભા જાડેજા અને ટીમે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં પોતાની મેળે જ પગભર થવા માટે એસબીઆઇ આરસીટી રાજકોટ નો પ્રોજેક્ટ આશીર્વાદરૂપ બની જાય છે.

એસ.બી.આઇ. આર.સેટી રાજકોટ દ્વારા રાજકોટ જીલ્લાના ગામડાના બહેનો માટે રહેવા, જમવા સાથે તદન વિનામૂલ્યે 30 દિવસની સ્ત્રી શિવણ ઉદ્યમી શિવણની તાલીમ ફુલ ડે સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી

એસ.બી.આઇ. બેંક તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર, તથા ગુજરાત સરકાર તરફથી રાજકોટ જીલ્લા ના ગામડામાં વસતા ઉમર 18 થી 45 વર્ષના કોઇપણ ભાઇઓ  તથા બહેનો જે બીપીએલ, નરેગા જોબકાર્ડ, અત્યાદય કાર્ડ, એસઇસીસી, સખી મંડળ, આ કેટેગરીમાં આવક હોય અને ગ્રામીણ માં રહેતા હોવા જોઇએ તેવા બેરોજગાર યુવક કે યુવતિને ફુલ ડે ની 60 થી વધારે પ્રકારની તાલીમ સંસ્થા દ્વારા વિનામૂલ્યે આપવામાં પણ રાજકોટ જીલ્લાના 11 તાલુકાના ગામડાના જ હોવા જોઇએ.

તે અંતર્ગત અત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિ. પાસે સૌરાષ્ટ્ર યુનિ. પ્રસીલ પાર્ક ગાર્ડી ગેઇટ પાસે એ.જી. સ્ટાફ કોલોની સામે એસ.બી.આઇ. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) માં 30 દિવસની બહેનો માટે 30 દિવસની શિવણ ની તાલીમ ચાલુ છે.

આ કોર્ષમાં સૌથી પહેલા ડ્રોઇંગ શિટ પર ડ્રો કરીને કટીંગ તેમાં પંજાબી ડ્રેસ, ચુડીદાર શુટ, પટીયાલા, ઘોતી, શિગાર પેન્ટ, કોટી, શર્ટ, ચણીયાચોળી, ફોક, બોઇઝ યુનિફોર્મ પ્લાઝો શુટ, ગરમ વસ્ત્ર બધી જ પેટેનના ડ્રેસ બધીજ પેટનના રનીગ બ્લાઉઝ ગાઉન નાઇટ શુટ વગેરે લગભગ 19 થી વધુ પ્રકારના અત્યારના ફાસ્ટ રનીગ ચાલતા તમામ વસ્ત્રો બનાવતા શિખવવામાં આવે છે.

અત્યારે આ સ્ત્રી શિવણની તાલીમમાં રાજકોટ જીલ્લાના વીછીંયા, ઉપલેટા, લોધીકા, રાજકોટ, પડધરી, જામકડોરણા, કોટડા સાંગાણી, જસદણ તાલુકાના ગામડાઓના બહેનો તાલીમ લઇ રહ્યા છે.

તાલીમ બાદ બધા પાર્ટી સીપેટને સર્ટીફીકેટ આપવામાં આવશે. અને લોન માટેનું માર્ગદર્શન આપવામાં આવે અને પોતાના ગામડામાં જઇ નાનો મોટો વ્યવસાય ગૃહ ઉઘોગ ચાલુ કરી સ્વરોજગાર મેળવે માત્રને માત્ર સંસ્થાનો હેતુ છે આ વર્ષે લગભગ 850 થી વધુ ભાઇઓ બહેનો તાલીમ મેળવી ચુકયા છે.વધુ માહીતી માટે વિજયસિંહ આર્ય મો. નંં. 76000 35223 તથા સંસ્થા ફેકલ્ટી જીજ્ઞેશગીરી ગોસ્વામી મો. નં. 99789 11002 ને ફોન કરી માહીતી મેળવી શકે છે તથા પોતાનું રજીસ્ટર્ડ કરાવી શકે છે.આગામી ફેબુ્રઆરી મહીનામાં ભાઇઓ માટે મોબાઇલ રીપેરીંગ અને ફોટોગ્રાફી વિડીયો ગ્રાફીની તાલીમ થવાની છે. તો ફોન કરી નામ નોંધાવવા જણાવ્યું છે.