Abtak Media Google News
રાજકોટ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ: ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ અંગે અધિકારીઓ સંવેદનશીલ બને તે હેતુથી ગુજરાત ઇન્સ્ટિટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેકટર જનરલે આપ્યું માર્ગદર્શન

ડિઝાસ્ટર મેનેજમેન્ટ (આપદા પ્રબંધન)નો અર્થ ડિઝાસ્ટર બને એ પછીનું પ્રબંધન નહિ, પણ આપત્તિ કે દુર્ઘટનાનાં જોખમો અગાઉથી પારખીને, તેને નિવારવા કે તેની તીવ્રતા ઘટાડવા માટે તૈયાર રહેવામાં છે – આ મહત્વની શીખ રાજકોટ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી (ડી.ડી.એમ.સી.)ની બેઠકમાં ઉપસ્થિત સૌને આપવામાં આવી હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક 4

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેકટર જનરલ પી.કે. તનેજાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડી. ડી.એમ.સી.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

તનેજાએ કહ્યું હતું કે, દરેક જિલ્લાનો પોતાનો ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પ્લાન હોવો જોઈએ. રાજકોટ જિલ્લા માટે આપ્રકારનો પ્લાન બનાવવાતેમણેસમજણ આપી હતી. તેમણે પ્રિવેન્શન, મિટિગેશન, અને પ્રિપેરેશન આ ત્રણ શબ્દ પર ભાર મુકતા કહ્યું હતું કે, દુર્ઘટના બને પછી નહિ, પણ દુર્ઘટના બનવાની સંભાવના અગાઉથી પારખવી, અને તેના કારણોને શક્ય એટલા તત્કાલ નાબૂદ કરવા જોઈએ. જો આફત ટાળી શકાય તેવી ના હોય તો તેના સામના માટે અગાઉથી તૈયારી કરી લેવી એ જ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ છે.તનેજાએદરેક શાળામાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની જેમ, સ્કૂલ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ કમિટી બનાવવા પર ભાર મૂક્યો હતો તેમજ આપત્તિ પ્રબંધન વ્યવસ્થાપન અંગે તબક્કાવાર સમજણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દેશભરમાં પ્રથમ નંબરે છે.

Disaster Manage 2

જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટની સમજણ મેળવે અને તેઓ આ પ્રત્યે સંવેદનશીલ બને તે હેતુથી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગના પ્રારંભ પૂર્વે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ  પી.કે. તનેજાને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.

Disaster Managae

આ મિટિંગમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ડી.ડી.ઓ. દેવ ચૌધરી, રાજકોટ ડી.સી.પી.સુધીરકુમાર દેસાઈ, રાજકોટ ગ્રાભ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, નગરપાલિકા પ્રાદેશિક કમિશનર ધીમંતકુમાર વ્યાસ, નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કર, ડી.આર.ડી.એ.ના નિયામક આર.એસ. ઠુંમર, વિવિધ પ્રાંત અધિકારીઓ, આરોગ્ય, સિંચાઈ, માર્ગ અને મકાન, ફાયર બ્રિગેડ, આર.ટી.ઓ.,વન વિભાગ સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, મામલતદારઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.