કાલાવડ પંથક દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત

જામનગર જિલ્લાની પાવન ધરા પર આપણા દેશના યશસ્વી પ્રધાન સેવક  નરેન્દ્રભાઇ મોદીનું જામનગરની ધરતી પર આગમન થતાં જ હાલાર પંથકના વાસીઓ દ્વારા  વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, જામનગર/ દેવભૂમિ દ્વારકાના  સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી  આર. સી.ફળદુ ,  ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા , પૂર્વ મહામંત્રી ડો.વિનુભાઈ ભંડેરી,

તેમજ જામનગર જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ- મહામંત્રીઓ તેમજ કાલાવડ તાલુકા ભાજપ  પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા , શહેર ભાજપ પ્રમુખ  હસુભાઈ વોરા, કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ ડાંગરિયા, કાલાવડ નગર પાલિકા પ્રમુખ અજમલ ગઢવી  સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી મોદીજી નું અભિવાદન કર્યું હતું.અને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યુ હતું.