Abtak Media Google News

ભુણાવામાંથી ભાજપને 672માંથી 604 મતો મળ્યા હતા

 

ઉકળતા ચરુ જેવા ગોંડલ માટે ટાઢક થાય તેવા સારા સમાચાર છે.ભુણાવા જુથ તથા જયરાજસિહ વચ્ચે સમાધાન થયુ છે.જ્યાં થી હોળી સળગી હતી તેવા ભુણાવા ગામના સહદેવસિહ જાડેજા અને તેના સમર્થકો પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા ના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં ચુંટણી નાં મનદુ:ખ ભુલી બન્ને જુથ એક બન્યા હતા.

જીલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન સહદેવસિહ જાડેજાએ ભાજપ  ની ધારાસભા ની ટીકીટ માંગી હતી.બીજી બાજુ ગીતાબા જાડેજા દાવેદાર હોય આ મુદ્દે જબરી અંટશ પડી હતી.અધુરામા પુરુ હોય તેમ રીબડા જુથ પણ ટીકીટ માટે મેદાન મા આવતા પ્રતિષ્ઠાનો જંગ શરુ થતા ગોંડલ પંથક સંવેદનશીલ બન્યુ હતુ.સહદેવસિહ જાડેજાએ કહ્યુ કે ચુંટણી પુર્વે જ પોતે ભાજપ વિરુધ્ધ કામ નહી કરવાનું સ્પષ્ટ કરી દીધુ હતુ.અમારા વચ્ચે હવે કોઈ રાગદ્વેશ નથી.

ઉલ્લેખનીય છેકે ચુંટણી ના પરીણામ મા સહદેવસિહ ના ગામ ભુણાવા મા 672 માંથી ભાજપ ને 604 મત મળ્યા હતા.અને ભુણાવા રીબડા પટ્ટી મા ભાજપ ને દશ હજાર થી વધુ લીડ મળી હતી.આમ સહદેવસિહે પણ પોતાનુ સ્ટેન્ડ બનાવી લીધુ હતુ.

જયરાજસિહ જાડેજાએ પણ વાદ વિવાદ ને બદલે ગોંડલ પંથક ના સર્વાંગી વિકાસ ને અગ્રતા આપી મોટું મન રાખી  કડવાશ ને ભુલી ભુણાવા ને મીઠો આવકાર આપતા ’ઘી ના ઠામ માં ઘી પડયુ’ છે.આમ રીબડા જુથ ને બાદ કરતા ભુણાવા નો ચર્ચિત અધ્યાય પુર્ણ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.